________________
EEEEE
E
નાયબ મંત્રી, વન અને માર્ગ વાહન, વ્યવહાર
સચિવાલય, અમદાવાદ-૧૫ ભાઈશ્રી નંદલાલ દેવલુક,
સૌરા ટ્રની અરિમના સંદર્ભગ્રંથના આવકારદાઈ પ્રકાશન પ્રગટ કર્યા પછી હવે બૃહદ ગુજરાતની અરિમતા સાંસ્કૃતિક સંદર્ભગ્રંથનું ભગીરથ કામ તમે ઉપાડ્યું છે તે જાણી આનંદ થયે. | ગુજરાતની કલા સંસ્કૃતિથી માંડીને સમાજજીવનના તમામ પાસાઓને ગુજરાત સંદર્ભગ્રંથમાં તમે આવરી લીધા છે આવું આ પ્રકાશન ગુજરાતી પ્રજાને ખુબ જ ઉપયોગી નિવડશે. એટલું જ નહીં આવું કામ ઉપાડીને તમે સાહિત્યની મોટી સેવા કરી રહ્યાં છે. - સાહિત્ય સંશોધનના આ કાર્યમાં પ્રજાના તમામ વર્ગે તમને દરેક રીતે સહકાર આપ જોઈએ.
તમારા આજના માટે ધન્યવાદ. આ પ્રકાશનને સંપૂર્ણ સફળતા ઈચ્છું છું. તા. ૧૯-૬-૧૯ ૬૯.
લિ. પરમાણંદદાસ ઓઝા
મહેસુલ વિભાગના નાયબ મંત્રીશ્રીની કચેરી, સચિવાલય, અમદાવાદ-૧૫ ભાઈશ્રી,
ગુજરાતની અસ્મિતા” નામને સર્વ ક્ષેત્રને આવરી લેતે સાંસ્કૃતિક સંદર્ભ ગ્રંથ તૈયાર કરી રહ્યા છે તે જાણી આનંદ. તમારા આ પ્રયાસ ઘણો પુરૂષાર્થ અને મહેનત માંગી લે તેવો છે. સર્વ સંગ્રહ જોડે તમારૂ આ મુલ્યવાન પ્રકાશન ગુજરાતની પ્રજા માટે અને ગુજરાત બહાર વસતા ગુજરાતીઓ માટે ઘણું જ ઉપયોગી બની રહેશે તેવી મને શ્રદ્ધા છે.
લિ. શુભેચ્છક તા. ૯-૮-૧૯૬૯
શાંતિલાલ સ્વ. શાહ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org