________________
મંત્રી, કામદાર અને સમાજકલ્યાણ,
ગુજરાત રાજ્ય, સચિવાલય, અમદાવાદ-૧૫
ભાઈશ્રી નંદલાલભાઈ, - ખૂહદ ગુજરાતની અસ્મિતા સાંસ્કૃતિક સંદર્ભ ગ્રંથ પ્રગટ થાય છે તે જાણી આનંદ થશે. | ગુજરાત વિષેના પ્રમાણભૂત જ્ઞાનકોશની જરૂરિયાત વર્ષોથી વણપુરી રહી છે તે આ પ્રકાશનથી પૂરી પડશે એવી આશા છે. તમારા આ ગ્રંથને હું આવકારું છું. તા. ૨૩-૪-૧૯૬૮,
શાંતિલાલ શાહ,
જાહેર બાંધકામ (સીંચાઈ સિવાય) અને જાહેર આરોગ્ય વિભાગના ઉપમંત્રી સચિવાલય, અમદાવાદ-૧૫
ગુજરાતની અમિતા” ના નામે સાંસ્કૃતિક સંદર્ભ ગ્રંથ આપ પ્રગટ કરી રહ્યા છે તે જાણી આનંદ.
ગુજરાતમાં ગામડે ગામડે અને નગરે નગરે જો આંખ ઉઘાડી રાખીએ તે ગુજરાતની અમિતા”ના દર્શન થયા વિના નહિ રહે. ગુજરાતનું સાહિત્ય, ગુજરાતનું સ્થાપત્ય, ગુજરાતની કળા અને ગુજરાતની કારીગરી એ સહુમાં ગુજરાતની અરિમતા” સાંપડશે.
ગુજરાતની અસ્મિતાનું દર્શન નૂતન પેઢીને નવીનરીતે થાય, તેમને એમાં રસ જાગે અને ગુજરાતીઓ તરીકેનું તેમને કાંઈક અભિમાન-અરિમતા તેમનામાં જાગે એમ કરવાની જરૂર છે.
એમ પણ કહી શકાય કે જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં ત્યાં ગુજરાતની અસ્મિના” પથરાયેલી જ છે.
તમે જે ગ્રંથ પ્રસિદ્ધ કરો છો તે “ગુજરાતની અસિમતા”નું આપણી નવી પેઢીને નવી રીતે પ્રદાન કરે એવી શુભેચ્છા. તા. ૩૧-૭ ૧૮૬૯.
ઊર્મિલા ભટ્ટ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org