Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
અને તે પછી એકલા હિંદુસ્તાનમાં જ નહિ પણ સમસ્ત જગતમાં એવી પ્રચંડ ક્રાંતિ થવા પામી છે કે ન સમાજ કેવું સ્વરૂપ ધારણ કરશે એની હાલ તુરત કલ્પના કરવી, એ પણ કઠિન કાર્ય થઈ પડ્યું છે.
વિકટોરિયન યુગ તેની ગંભીરતા, ઠાવકાઈ, શિષ્ટાચાર, આમન્યા, સુખ સગવડ અને મિક્ત હક્ક અને તેની માલિકીની સલામતી માટે જાણીતું છે; અને સમૃદ્ધિ અને વૈભવસુખ પુષ્કળ વધી પડતાં સમાજ પ્રગતિની ટોચે પહોંચ્યો છે, વા પહોંચે છે, એવી સામાન્ય માન્યતા બંધાઈ, પ્રજામાં જડવાદનું પ્રાબલ્ય જાણ્યું હતું. તે પછી અને ખાસ કરીને યુરોપીય મહાન યુદ્ધનાં પરિણામે સમાજજીવનમાં, પ્રજાના આચાર વિચારમાં, અભિલાષ અને આદર્શમાં એવું પ્રબલ પરિવર્તન થવા પામ્યું છે, જે પૂર્વની સમાજ રચનાને ઉથલાવી દે છે એટલું જ નહિ, પણ એ પ્રલયમાંથી કેવી સમાજરચના અને -વ્યવસ્થા ઉભવશે તે, ઉપર જણાવ્યું તેમ, ચોક્કસ રીતે ભાખવું કપરી કસોટી કરનારું છે, તે પણ એ પ્રલયના અવશેષોમાંથી, જગતમાં જુદે જુદે
સ્થળે જે જબરજસ્ત અખતરાઓ થઈ રહ્યા છે તે જોતાં ભાવિ આશાભર્યું નિવડશે એમ હાલના સમયે સમજાય છે.
આપણો હિન્દ દેશ પણ આ જગવ્યાપી પ્રલયકારી અસરમાંથી બચે નથી અને તેથી તેનું સૂચક, આ પ્રકરણનું મથાળું અમે “જીવન પરિવર્તન’ એ પ્રમાણે રાખ્યું છે.
મહારાણુ વિકટેરિયાને રાજ્ય અમલ હિન્દ અને બ્રિટનને સોનાની સાંકળરૂપે જેડનારે, સુખ અને શાંતિ અર્પનારે હત; અને એ પુણ્યશાળી મહારાણને પ્રભાવ પણ હિન્દી પ્રજાપર બહોળો પડયો હતે; એ મહારાણુને સન ૧૮૫૭ ને રે હજી ઉપકારપૂર્વક યાદ કરવામાં આવે છે; પણ એમનાં અવસાન બાદ એ પ્રતાપી પ્રભાવ ઓસરવા માંડયો; અને રાજ્યકર્તાઓની રીતિનીતિ હિન્દના હિત કરતાં, બ્રિટનના અને સામ્રાજ્યના લાભ અને ઉપયોગ માટે મુખ્યત્વે પ્રવર્તે છે, એ પ્રજાની નજરે ખુલ્લું થઈ ગયું.
બ્રિટિશ સામ્રાજ્યને દરદમામ અને સત્તાને દાબ હિન્દી પ્રજા પર બરાબર બેસે એવા આશયથી લોર્ડ કર્ઝને સમ્રાટ સાતમા એડવર્ડ ગાદી નશીન થતાં સન ૧૯૦૨માં દિલ્હીમાં એક મહેઠે દરબાર ભર્યો હતો; તે પહેલાં દેશ એક ભારે દુકાળમાંથી પસાર થયો હતો, એટલે પ્રજા તો નિશ્વાસ નાખીને તે તમારો જોઈ રહી હતી; આ દેખીતા વૈભવથી પ્રજાની આંખ છેતરાઈ નહિ અને તેને દેશની પરિસ્થિતિ કાંઈક તેના યથાર્થ સ્વરૂપમાં આછી