Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
અને કે ભાગ ભજવ્યું છે, એને વૃત્તાંત આપણે પાછલા બે ભાગમાં સવિસ્તર અવલોકી ગયા છીએ.
શરીરમાં સ્કૂતિ આવતાં આપણે કામ કરવાને સતેજ થઈ જઈએ છીએ. એવી રીતે આપણે પ્રજાને નવી કેળવણીને લાભ પ્રાપ્ત થતાં અને કેળવણીના સંસ્કાર તેના પર પડતાં, પ્રજાની આંખ આગળથી અજ્ઞાન અને વહેમનાં પડળ ખસી ગયાં અને પ્રકાશનાં કિરણે પ્રથમ નિહાળતાં આપણે સાનંદાશ્ચર્ય પામીએ છીએ તેમ નવશિક્ષિત વર્ગ પશ્ચિમના નવા તેજમાં અંજાઈ ગયું અને તે તેજપર મોહિત થઈ પડયે.
એ ખરું છે કે તેજના અંબારમાં આંખ સામેની વસ્તુ પૂરી અને પ્રમાણસર જોઈ શકાતી નથી. એ તેજનાં ખેંચાણ અને પ્રભાવથી આંખ મીંચાઈ જાય છે અને તેના પરિણામે આસપાસની સ્થિતિને ખરે ખ્યાલ લક્ષમાં આવતું નથી. પાશ્ચાત્ય સંસ્કૃતિનું નવું દર્શન થતાં આપણા કેળવાયેલા વર્ગની એવી જ વિપરિત સ્થિતિ થઈ પડી હતી. પશ્ચિમનું સઘળું આપણને તે સમયે ઝળહળતું પ્રકાશિત, પ્રગતિમય અને ઉન્નતિ સાધક જણવા લાગ્યું; અને તેનું અનુકરણ કરવામાં જીવનનું સાર્થક્ય દિલ્યું હતું. એ વિચાર પ્રવાહના અવરોધક કેટલાક પ્રતિબંધક બળો–જેવાં કે આર્યસમાજ, થિએસોફી, રામકૃષ્ણ મિશન વગેરે સંસ્થાઓ ઉપસ્થિત થઈ ન હતી તે આપણે આપણું આર્ય પ્રજા તરીકેનું જુદું વ્યક્તિત્વ જરૂર ગુમાવી બેઠા હતા. એ સમયની આપણું મનની સ્થિતિ નીચેનાં અંગ્રેજી લખાણમાં યથોચિત ચિતરેલી જણાય છે –
“For a century and more the minds and hearts of Indians had been turned to England. English literature, English institutions, English modes of thought and experession exercised a strange fascination. The West meant England and whatever light from other land found its way here, was invariably coloured by the English prism." op - આ દશ્ય પ્રથમ દોષ તરીકે જણાતું જ નહોતું આપણે કેટલાક આગેવાન દેશનેતાઓ હિન્દ અને બ્રિટન વચ્ચેના સંબંધને એક દૈવી -સંગ માનતા હતા અને અંગ્રેજોના હસ્તે હિંદનું શ્રેય થયેલું છે અને
† Triveni Vol. V, No. 4, Jan-Feb. 1933, p. 333.