Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
The Indian renaissance is full-blooded. Its facets are many and of remarkable splendour. The final fruition of our hopes, the realisation of the dreams of our prophets and poets is yet in the future. But, thought is power: great things are achieved in idea even before they are achieved in fact. To will and to plan greatly, to dream great dreams and see splendid visions-this is the auspicious beginning as well as the first condition of all advance.
Triveni, p. 336. | (Vo. V, No. 4-Jan-Feb. 1933.)
સાઈટીના ઇતિહાસના ત્રણ વિભાગે, જાણે કે ગુજરાતી પ્રજાની જાગૃતિ, ગુજરાતી પ્રજાને જીવનવિકાસ અને જીવન પરિવર્તનને તેઓ અનુસરતા કે બંધબેસતા ન હોય, એમ અણજાણે અને અનાયાસે પડી ગયા છે અને એક રીતે તે યુગ્ય થયું છે, કે જેથી ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિની પ્રગતિ અને ખીલવણ અર્થે, તેમજ કેળવણી, જ્ઞાનપ્રચાર અને સમાજસુધારણાનાં કાર્યમાં, સોસાઈટીએ શા શા અને કેવા સંજોગોમાં પ્રયાસ કરેલા છે અને કેટલે હિ આપેલ છે, તે યથાસ્થિત જોઈ વિચારી શકાય અને તેને બરાબર મૂલ્યાંકન થઈ શકે.
સાઈટીની સ્થાપના કરવામાં આવી ત્યારે આપણો આખેય સમાજ છિન્નભિન્ન વિખેરાયેલો, ભયગ્રસ્ત, જાનમાલની ચિંતાભર્યો, અજ્ઞાન અને વહેમના ગાઢ તિમિરમાં છવાયેલો હતો અને તેનું જીવન પણ એકધારું, સંકુચિત, રૂઢિચુસ્ત અને સ્વાર્થી બની ગયું હતું.
પરંતુ ઉષા પ્રકટતાં આશા અને આનંદ ઉદ્દભવે છે તેમ દેશમાં બ્રિટિશ અમલ દઢીભૂત થઇને, શાંતિ, સલામતિ અને સુવ્યવસ્થા અને સમાન ન્યાયનું વાતાવરણ પ્રસરતાં, પ્રજાજીવન આહલાદિત બન્યું અને તે સાથે પ્રજામાં આરોગ્ય, શહેર સુધરાઈ, કેળવણી અને જ્ઞાનપ્રચાર સારૂ સરકાર અને લોક ઉભયના એકત્ર પ્રયાસ અને સહકારથી વિવિધ પ્રયત્નો થવા માંડયા, જેના પરિણામે પ્રજા જાગૃત થઈ અને તેનામાં છૂર્તિ આવી. એ જે હિલચાલ શરૂ થઈ તેમાં સેસાઇટી અને તેના કાર્યવાહકોએ શે