Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
આ શુભ આશયથી પ્રેરાઇને એમણે તા. ૨૬ મી ડિસેમ્બર સન ૧૮૪૮ ના રાજ કેટલાક મિત્રાની સહાયતા મેળવીને ગુજરાત વર્નાકયુલર સાસાઈટીની સ્થાપના કરી.×
પહેલા વર્ષના રીપોર્ટ પરથી સમજાય છે કે, જેમ એમની મનાભાવના ઉદાર અને મનોવૃત્ત સેવાભાવની હતી, તેમ સંસ્થાના ઉદ્દેશને બરાબર પહોંચી વળવા સારુ ઉપસ્થિત કરેલા કાર્યક્રમ પણ વિસ્તૃત, સવ દેશી અને વ્યાપક હતા.
સાસાઇટીને ઉદ્દેશ એમણે આ પ્રમાણે હરાવ્યા હતાઃ—
“ ગુજરાતી ભાષા સાહિત્યનો ઉત્કર્ષ કરવા, ઉપયાગી જ્ઞાનના પ્રચાર કરવા અને સામાન્ય રીતે કેળવણીની વૃદ્ધિ કરવી; ” અને તેની પ્રાપ્તિ અર્થે આરમ્ભથીજ નીચે મુજબ કા ક્રમ ચેાન્યા હતા, જે એમની ઉદાત્ત બુદ્ધિ, પ્રચંડ કા શક્તિ અને ઝીણી નજરને સરસ પરિચય કરાવે છે. ૧. વર્તમાનપત્રનું પ્રકાશન-ગુજરાતમાં આ પ્રથમ અઠવાડિક હતું.
2.
3.
લાઇબ્રેરીની સ્થાપના-સુરતમાં સ્ટેશન પુસ્તકાલય-ઈંગ્લીશ-સન ૧૮૨૪ માં સ્થપાયલું, જે પાછળથી સન ૧૮૫૬ માં એન્ડ્રુસ પુસ્તકાલય સાથે જોડાઈ ગયું હતું; નહિ તેા ગુજરાતમાં એ પહેલું પુસ્તકાલય કહેવાત.
ગુજરાતી કોષ માટે શબ્દ સંગ્રહ–પ્રથમ પ્રયત્ન.
હાથપ્રતાના સંગ્રહ.
શાળાની સ્થાપના છેાકરા છેાકરીઓની એકત્ર,
૪.
પુ.
૬. શાળાપયેાગી પુસ્તકાનું પ્રકાશન.
૭.
નવાં પુસ્તકો રચાવવાની યાજના-ઈનામી હરીકાઈ નિબંધ લખાવીને. વિદ્યાર્થીઓને ઉત્તેજન—નામેા આપીને.
L.
આ વિષયેામાં સોસાઇટીએ શું શું અને કેવું કાર્ય કર્યું તેનું વિવેચન હવે પછીના પ્રકરણમાં કરવામાં આવશે. દરમિયાન અહિં નોંધવું જોઇએ કે આ આખાય અખતરા ફૅાસ સાહેબના અથાગ ઉત્સાહ અને પ્રયાસનું પરિણામ હતું; અને તેમની કુમકમાં કમિટીના સભ્યા બધા યુરાપિયનેા હતા;
* વધુ અને ચાક્કસ હકીકત માટે જુએ, તે સમયે છપાવેલી જાહેર ખબર, જે પ્રકરણના અંતે પરિશિષ્ટ ૧ તરીકે આપી છે.