________________
२६ તે રચાયું છે, એમ સૂત્રધાર પ્રસ્તાવનામાં કહે છે. ' અર્ણોરાજ સાથેનો કુમારપાળનો વિગ્રહ અનેક વર્ષ સુધી ચાલ્યો હતો, પરંતુ કુમારપાળનો સંપૂર્ણ વિજય સં.૧૨૦૭ માં અથવા તેથી થોડોક સમય અગાઉ એમ થઈ ગયો હોવો જોઈએ, કેમકે ચતોડમાં કુમારપાળના સં. ૧૨૦૭ ના શિલાલેખમાં એમ જણાવેલું છે કે શાકંભરીના રાજાનો પરાજય કરીને તથા શાલીપુર નામના ગામમાં પોતાના લશ્કરને રાખીને ચીતોડની શોભા જોવા માટે રાજા ત્યાં આવ્યો હતો. આ ઉપરથી એ નક્કી થઈ જાય છે કે “ચન્દ્રલેખાવિજયપ્રકરણ” સં. ૧૨૦૭ માં અગર તે પછી ટૂંક સમયમાં રચાયું હશે.
આ ઉપરાંત, દેવચન્દ્રની “માનમુદ્રાભંજન' નામની બીજી એક રચના હતી એમ અન્ય સ્થળોએ મળતા ઉલ્લેખ પરથી સમજી શકાય છે, પરંતુ એ કૃતિનો હાલમાં પત્તો લાગતો નથી.
૬. ઉદયચન્દ્ર ઉદયચન્દ્ર લખેલો એક પણ ગ્રન્થ હજી સુધી બહાર આવેલો નથી. પરંતુ તેમના ઉપદેશથી એક કરતાં વધુ ગ્રન્થો લખાયાની હકીકત મળે છે. તેઓ એક સારા વિદ્વાન હતા. પ્રબન્ધચિન્તામણિમાં કુમારપાલપ્રબન્ધાન્તર્ગત ઉદયચન્દ્રપ્રબંધમાં જણાવેલું છે કે, એક વાર કુમારપાળ સમક્ષ પં. ઉદયચન્દ્ર ગુરુ હેમાચાર્યનું “યોગશાસ્ત્ર વાંચતા હતા. તેમાં પંદર કર્માદાનની વ્યાખ્યામાં ડ્રવેશનશ્ચિત્વા પ્રમાણે શ્લોક આવ્યો, તેમાં હેમાચાર્યના મૂળ પાઠને સુધારીને રો ને ?ો એ પ્રમાણે ઉદયચન્દ્ર વારંવાર વાંચ્યું, હેમચન્દ્ર એમ કરવાનું કારણ પૂછતાં ઉદયચન્દ્ર પ્રાણીઓનાં અંગો, વાજિંત્રો, વિગેરે માટે તંદ્રસમાસમાં એકવચન સિદ્ધ છે એમ બતાવ્યું, એટલે હેમાચાયૅ, રાજાએ તેમજ બીજાઓએ તેમની પ્રશંસા
કરી,
ઉદયચન્દ્રના ઉપદેશથી દેવેન્દ્ર “સિદ્ધહેમ હવૃત્તિ' ઉપર ‘કતિચિદુર્ગપદવ્યાખ્યા” નામની ટીકા” તથા “ઉપમિતિપ્રપંચાકથાસારોદ્ધાર," એ ગ્રન્થો લખ્યા હતા, તથા ચંદ્રગચ્છના દેવેન્દ્રસૂરિના શિષ્ય કનકપ્રભે “હૈમન્યાસસાર'નો ઉદ્ધાર કર્યો હતો. “હૈમબૃહદ્રવૃત્તિ પર વ્યાખ્યા લખનાર
१. कुमारविहारे मूलनायकपार्श्वजिनवामपाविस्थितश्रीमदजितनाथदेवस्य वसन्तोत्सवे कुमारपालपरिषच्चेत:વરિતોષાયાસ્ટ પ્રણયનમ્ | - એજન ૨. “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ પૃ.૨૮૦. ૩. “પ્રબન્ધચિન્તામણિ” (ફા.ગુ.સભાની આવૃત્તિ), પૃ.૧૪૭ ૪. આ ટીકાની સં. ૧૨૭૧ માં લખાયેલી જેસલમેરના ‘બૃહદ્જ્ઞાનકોશ'ની પ્રતિમાંથી ડો. બુલ્ડરે હેમચન્દ્રાચાર્ય વિષેના પોતાના નિબંધમાં ઉતારેલું મંગલાચરણ
।।अर्ह ॥ प्रणम्य केवलालोकावलोकितजगत्त्रयम् । जिनेशं श्रीसिद्धहेमचन्द्रशब्दानुशासने ॥
શવિદ્યાવિ વન્યવયેન્દ્રોશતઃ | ચાd: તદુપદ્રવ્યાપામીયત || જુઓ, ‘લાઈફ ઑફ હેમચંદ્રાચાર્ય' (સીંધી જૈન ગ્રન્થમાલા), પૃ.૮૧. પ. જુઓ, “પાટણ ભંડારનાં પુસ્તકોની વર્ણનાત્મક સૂચિ' (ગા.ઓ.સી.), ભાગ ૧, પૃ.૫૧ ६. भूपालमौलिमाणिक्यमालालालितशासनः । दर्शनषट्कनिस्तन्द्रो हेमचन्द्रमुनीश्वरः ॥
तेषामुदयचन्द्रोऽस्ति शिष्या संख्यावतां वरः । यावज्जीवमभूद् यस्य व्याख्या ज्ञानामृतप्रपा । तस्योपदेशात् देवेन्द्रसूरिशिष्यलवो व्यधात् । न्याससारसमुद्धारं मनीषी कनकप्रभः ॥ - “હૈમશબ્દાનુશાસન ઍન્યા.” પ્રાન્ત (“નલવિલાસ' : પ્રસ્તાવના, પૃ. ૨૪)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org