________________
૨. ગુણચન્દ્ર રામચન્દ્રના ગુરુભાઈ અને તેમની સાહિત્યપ્રવૃત્તિઓમાં અનેક પ્રકારે સહાય કરનાર ગુણચન્દ્ર વિષે લગભગ કંઈ જ જાણવામાં આવતું નથી. પ્રાપ્ત સાધનો ઉપરથી માત્ર અનુમાનો ખેંચવાનાં જ રહે છે. ગુણચન્દ્રનો એક સ્વતંત્ર ગ્રન્થ અત્યારસુધીમાં જાણવામાં આવેલો નથી. રામચન્દ્રને “નાટ્યદર્પણ” એ નાટ્યશાસ્ત્રનો અને ‘દ્રવ્યાલંકાર' એ પ્રમાણશાસ્ત્રનો ગ્રન્થ લખવામાં ગુણચન્દ્ર સહાય કરી હતી એ સુપ્રસિદ્ધ છે. એ બન્ને ગ્રન્થો પરની વૃત્તિઓ પણ તેમણે સાથે
જ લખેલી છે.
- રામચંદ્ર અને ગુણચન્દ્રના સ્વભાવમાં અમુક તફાવત હતો, એમ આપણે સહજ અનુમાન કરી શકીએ છીએ. બન્ને પ્રખર વિદ્વાનો તો હતા જ, પરંતુ રામચન્દ્રનાં અગિયાર નાટકો, તેમાંનું હળવું, લોકભોગ્ય વસ્તુ, વારંવાર તેમાં જણાતા રમૂજી ટોળટપ્પા અને હાસ્યજનક પ્રસંગો, સામાજિક અને સાંસારિક ચિત્રો, મધુર વિશદ અને આનંદજનક સૂક્તિઓ, ઉદ્દામ સ્વાતત્યપ્રેમ એ બધું બતાવે છે કે રામચન્દ્રની પ્રતિભા સર્વતોમુખી હતી, એમનું માનસિક ઘડતર ગંભીરતાપરાયણ નહીં- બલ્ક ઉલ્લાસમય હતું. તદન સામાન્ય વસ્તુઓમાં પણ ઊંડો રસ લઈ તેમાનું સૌન્દર્ય પીછાણવાની ઉચ્ચ સાહિત્યકારોમાં સાધારણ એવી એ શક્તિ તે તેમના માનસમાં સભર ભરેલી હતી. બીજી બાજુ, ગુણચન્દ્ર વિષે એમ કહી શકાય કે તેઓ વિદ્વાન હતા, સર્જક અને સાહિત્યકાર નહોતા, રામચંદ્ર જ્યારે નાટકો, સુભાષિત કોશો કે એવું હળવું સાહિત્ય લખે છે ત્યારે તેઓ તેમની સાથે જોડાતા નથી, પરંતુ “નાટ્યદર્પણ' કે “દ્રવ્યાલંકારવૃત્તિ જેવા ગંભીર અને વિદ્વતાપૂર્ણ ગ્રન્થો તૈયાર કરવામાં બન્ને સાથે કાર્ય કરે છે, એ સૂચક છે.
જેસલમેર ભંડારમાંની ‘દ્રવ્યાલંકારવૃત્તિ ની તાડપત્ર પરની પ્રત સં. ૧૨૦૨ માં લખાયેલી, એથી એ ગ્રન્થ તે પહેલાં લખાયેલો હોવો જોઈએ એવું અનુમાન થાય છે.'
‘તાર્થકાવ્ય' ના કર્તા સોમપ્રભસૂરિએ સં. ૧૨૪૧ માં પાટણમાં, હેમચન્દ્ર કુમારપાળને કરેલા ઉપદેશના વિષય પર કુમારપાળ પ્રતિબોધ' એ વિશાળ ગ્રન્થ પ્રાકૃત ભાષામાં રચ્યો હતો. હેમચન્દ્રના ત્રણ શિષ્યો ગુણચન્દ્ર, મહેન્દ્રમુનિ અને વર્ધમાનગણિએ તે ગ્રન્થ સાયંત સાંભળ્યો હતો, એવો ઉલ્લેખ તેની પ્રશસ્તિમાંથી મળે છે.
૩. મહેન્દ્રસૂરિ | હેમચન્દ્ર સંસ્કૃત ભાષાને ચાર કોશની ભેટ ધરી છે- શબ્દોના પર્યાયો દર્શાવતો “અભિધાનચિન્તામણિ', વનસ્પતિશાસ્ત્ર અને વૈદકના શબ્દોને લગતો “નિઘંટુકોશ', દેશ્ય શબ્દોનો કોશ “દેશીનામમાલા' અને એક જ શબ્દોના નાનાવિધ અર્થો બતાવતો “અનેકાર્થસંગ્રહ'. આ પૈકી પહેલા બે કોશ ઉપર અનુક્રમે દશ હજાર અને ત્રણ હજાર શ્લોકની વિસ્તૃત ટીકાઓ તેમણે લખેલી છે. એમ અનુમાન થાય છે કે “અભિધાનચિત્તામણિ પરની ટીકા એ હેમચન્દ્રની છેલ્લી કૃતિ હશે, કેમકે “યોગશાસ્ત્ર” અને “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર' વિષેના ઉલ્લેખો આપણને ૧. “જેસલમેર ભંડારની સૂચિ (ગા.ઓ.સી.) પૃ.૧૧ ૨. જઓ કુમારપાલપ્રતિબોધ' (ગા.ઓ.સી.) પૃ.૪૭૮
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org