________________
२५ તેમાંથી સાંપડે છે. “અનેકાર્થસંગ્રહ' પર ટીકા લખવાની પણ હેમચન્દ્રની યોજના હોવી જોઈએ, પરન્તુ એ વિચાર અમલમાં આવી શકે તે પૂર્વે જ તેમનું અવસાન થયું. આથી તેમના શિષ્ય મહેન્દ્રસૂરિએ, ગુરુએ પોતાના જીવનકાળમાં જે કંઈ કહેલું તે ઉપરથી એ ગ્રન્થ ઉપર અનેકાર્થકેરવાકરકૌમુદી' એ ટીકા પોતાના ગુરુના નામથી જ લખી છે." હેમચન્દ્રચાર્યનો સ્વર્ગવાસ સં. ૧૨૨૯ માં થયો, તે પછી ટૂંક સમયમાં તે લખાઈ હશે એમ કલ્પના થાય છે. મહેન્દ્રસૂરિની આ સિવાય બીજી કોઈ કૃતિ જાણવામાં નથી.
૪. વર્ધમાનગણી કુમારપાળે બંધાવેલા “કુમારવિહાર' ની પ્રશસ્તિરૂપ “કુમારવિહારપ્રશસ્તિ' કાવ્ય પર વ્યાખ્યા લખીને વર્ધમાન ગણીએ એ કાવ્યના ૧૧૬ અર્થ કરી બતાવ્યા હતા. એ વ્યાખ્યાનને અંતે તેમણે લખ્યું છે કે અગાઉ આ કાવ્યના છ અર્થ કરવામાં આવેલા છે, પરંતુ મેં કુતૂહલથી તેના ૧૧૬ અર્થ કર્યા છે. આ વસ્તુ વર્ધમાનગણીના અભુત પાંડિત્ય પર પ્રકાશ પાડે છે.
૫. દેવચન્દ્ર હેમચન્દ્રના ગુરુનું નામ પણ દેવચન્દ્ર છે, તેથી જૈનગ્રન્થાવલિ' માં આ દેવચન્દ્રને હેમચન્દ્રનાં ગુરુ લેખવામાં આવ્યા છે તે બરાબર નથી. હેમચન્દ્રના એક શિષ્યનું નામ પણ દેવચન્દ્ર હતું. તેમણે “ચન્દ્રલેખાવિજયપ્રકરણ' નામનું નાટક લખેલું છે અને તેની હસ્તલિખિત પ્રત જેસલમેરના ભંડારમાં છે. આ નાટકની રચનામાં એક શેષભટ્ટારકે સહાય કરી હતી, એમ તેના અંતમાં ઉલ્લેખ છે.
પરન્તુ આ શેષભટ્ટારક કોણ તે જાણી શકાતું નથી. “ચન્દ્રલેખાવિજયપ્રકરણ” ની નાયિકા તરીકે ચન્દ્રલેખા વિદ્યાધરીને કલ્પવામાં આવી છે, પરન્તુ કુમારપાળે સપાદલક્ષના રાજા અર્ણોરાજને હરાવ્યો તે પરત્વે કુમારપાળના વીરત્વને વર્ણવતું આ પ્રશંસાત્મક નાટક છે. વળી નાટક કુમારપાળની ખાસ આજ્ઞાથી લખાયું હોય એ પણ સંભવિત છે. કેમકે કુમારવિહારમાં શ્રી અજિતનાથદેવના વસન્તોત્સવ પ્રસંગે કુમારપાળની સભાના પરિતોષ અર્થે ભજવવાને
૧. જુઓ સંસ્કૃત હાથપ્રતોની શોધનો ડૉ. પિટર્સનનો અહેવાલ નં.૧ સને ૧૮૮૨-૮૩, પૃ.૨૩૩ ઉપર ઉતારેલી પ્રસ્તુત ગ્રન્થની પ્રશસ્તિ. ૨. એક વર્ષ પર પાટણમાં પૂ. મુનિશ્રી પુણ્યવિજયજીએ આ વ્યાખ્યાની અત્યંત સૂક્ષ્મ અક્ષરોએ લખાયેલી એક સુન્દર પ્રત મને બતાવી હતી. શ્રી સારાભાઈ નવાબે જૈનઅનેકાર્થગ્રન્થસંગ્રહ' માં આ કૃતિ પ્રસિદ્ધ કરી છે. (પાટણમાં હેમસારસ્વત સત્ર પ્રસંગે યોજાયેલા પ્રદર્શનમાં ઉપરોક્ત સૂક્ષ્માક્ષરી પ્રત મૂકવામાં આવી હતી, તે પ્રદર્શન જોનાર સજ્જનોના ધ્યાનમાં હશે.) તેમાં કર્તા જણાવે છે. શ્રી હેમચન્દ્રસૂરિશિષ્ય વર્ધમાનાના મારવા પ્રશસ્તી વાડમુબનું પૂર્વ પર कृतेऽपि कौतकात षोडशोत्तरं व्याख्यानं चक्रे । ૩. ચંદ્રલેખાવિજયપ્રકરણને અંતે
विद्याम्भोनिधिमन्थमन्दरगिरिः श्रीहेमचन्द्रो गुरुः सान्निध्यैकरतिर्विशेषविधये श्रीशेषभट्टारकः ।। यस्य स्तः कविपुड्गवस्य जयिनः श्रीदेवचन्द्रस्य सा
कीर्तिस्तस्य जगत्त्रये विजयतात् साद(र्दू)ललीलायिते ॥
- “જેસલમેર ભંડારની સૂચિ' (ગા.ઓ.સી.) પૃ.૬૪
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org