________________
२१
એમનાં લખાણોમાં એક સ્થળે જે અહંભાવ જણાય છે તે સ્વતંત્ર અને માની સ્વભાવનું જ પરિણામ હોઈ શકે. પોતાને માટે તેમણે ‘વિદ્યાત્રયીચણ’, ‘અરુમ્બિતકાવ્યતંત્ર',' અને ‘વિશીર્ણકાવ્યનિર્માણતંદ્ર' એવાં વિશેષણો વાપરેલાં છે. ઉપરાંત, અનેક સ્થળે તેમણે આત્મપ્રશંસાની ઉક્તિઓ મૂકી છે :
‘નલવિલાસ’: શ્લોક ૨.
कविः काव्ये राम: सरसवचसामेकवसतिः । ऋते रामान्नान्यः किमुत परकोटौ घटयितुं । रसान् नाट्यप्राणान् पटुरिति वितर्को मनसि मे ॥ ‘નલવિલાસ’: શ્લોક ૩. साहित्योपनिषद्विदः स तु रस: रामस्य वाचां परः । - ‘સત્યહરિશ્ચન્દ્ર' : શ્લોક ૩. प्रबन्धा इक्षुवत् प्रायो हीयमानरसाः क्रमात् ।
-
‘કૌમુદીમિત્રાણંદ'
कृतिस्तु रामचन्द्रस्य सर्वा स्वादुः पुरः पुरा । શ્લોક ૪. સ્વાતંત્ર્યપ્રેમ એ કવિ રામચન્દ્રનું વિશિષ્ટ અને કદાચ અપ્રતિમ લક્ષણ છે. એમાંની ઉદ્દામ ભાવનાઓ આજે પણ જાણે કે અત્યંત આધુનિક લાગે છે. પોતાની રચનામાં પણ બને તેટલી સ્વતંત્રતા અને મૌલિકતા આણવાનો તેણે ખૂબ પ્રયાસ કર્યો છે. સાહિત્યચોરી કરનારાઓ અને પારકા વિચારો ઉછીના લેનારાઓ સામે તેણે વખતોવખત ઊભરો ઠાલવ્યો છે. જીવનમાં પણ કવિ સ્વતંત્ર અને સ્પષ્ટવક્તા હશે એમ શ્રીપાલની ‘સહસ્રલિંગસરોવરપ્રશસ્તિ'વાળા પ્રસંગ (જે વિષે આગળ લખવામાં આવશે) પરથી જણાઈ આવે છે. સ્વાતંત્ર્યપ્રેમથી ઊભરાતી તેમની કેટલીક સૂક્તિઓના નમૂના જોઈએ
स्वातन्त्र्यं यदि जीवितावधि मुधा स्वर्भूर्भुवो वैभवम् । - ‘નલવિલાસ’ : શ્લોક ૨-૨. न स्वतन्त्रो व्यथां वेत्ति परतन्त्रस्य देहिनः । ‘નલવિલાસ’: શ્લોક ૬-૭. अजातगणनाः समाः परमतः स्वतन्त्रो भव 1 ‘નલવિલાસ’: અંતભાગ પ્રાપ્ય સ્વાતન્ત્રત,મીમનુમવતુ મુવં શાશ્વતી ભીમસેનઃ । - ‘નિર્ભયભીમવ્યાયોગ' : અંતભાગ. ‘જિનસ્તવષોડશિકા’ના આરંભમાં અર્હને સ્વાતંત્ર્યશ્રીવિત્રાય રામચન્દ્ર નમસ્કાર કરે છે અને ‘જિનસ્તોત્ર’ના અંતમાં કહે છે કે
--
--
-
स्वतन्त्रो देव भूयासे सारमेयोऽपि वर्त्मनि ।
मा स्म भूवं परायत्तः त्रिलोकस्यापि नायकः ||
Jain Education International 2010_05
‘સત્યહરિશ્ચન્દ્ર’ની પ્રસ્તાવનામાં રામચન્દ્ર ગર્ભિત રીતે પોતાના આનંદના સાધનો એક શ્લોકમાં વર્ણવે છે, તે ઉપરથી તેમના મુક્ત માનસનો સારી રીતે ખ્યાલ આવી શકશે-सूक्तयो रामचन्द्रस्य वसन्तः कलगीतयः । स्वातन्त्र्यमिष्टयोगश्च पञ्चैते हर्षवृष्टयः ॥
-
१. पञ्चप्रबन्धमिषपञ्चमुखानकेन विद्वन्मनःसदसि नृत्यति यस्य कीर्तिः । विद्यात्रयीचणमचुम्बितकाव्यन्द्रं સં ન વેવ સુતી વિત રામપન્દ્રમ્ । - ‘રઘુવિલાસ' : પ્રસ્તાવના ૨. જુઓ પાદ નોંધ ૩. જુઓ ‘નાચદર્પણવિવૃત્તિ’ના અંતે, પરોપનીતશાર્થા તથા અવિત્વ પરસ્તાવ એ શ્લોકો. 'કૌમુદીમિત્રાણંદ’ની પ્રસ્તાવનામાં એમાંના જ પહેલા શ્લોકની પુનરુક્તિ તથા ‘જિનસ્તોત્ર'માં વિદ્વાનપિયા હાસ્ય: પરાવ્યું: વર્મવત્ । ઈત્યાદિ.
For Private & Personal Use Only
www.jainelibrary.org