________________
१९ રામચન્દ્ર વૈદર્ભી રીતિને ચાહે છે. “નવવિલાસ' માંની વૈદ્રર્મી ચઢિ વદ્દીવનમાં પ્રીત્યા સત્યારે વિમ્ ! એ શ્લિષ્ટ ઉક્તિ વૈદર્ભી રીતિ પ્રત્યેનો તેનો પ્રેમ સૂચવે છે. એ રીતિ તેનાં સર્વ નાટકોમાં જણાય છે.
श्लेषः प्रसादः समता माधुर्यं सुकुमारता । अर्थव्यक्तिरुदारत्वमोज: क्रान्तिसमाधयः ॥
એ વૈદર્ભ રીતિના ગુણો રામચન્દ્રની કૃતિઓમાં ઠીકઠીક ખીલેલા માલૂમ પડે છે. નલવિલાસમાં નાટકના પ્રાણરૂપ વિવિધ રસો પરમ કોટીમાં રચવાનો દાવો રામચંદ્ર ગર્વપૂર્વક કર્યો છે, તે કંઈ ખોટો નથી, શ્રી રામનારાયણ પાઠક કહે છે તેમ, શાર્દૂલવિક્રીડિત વગેરે લાંબાં વૃત્તોની રચનામાં અને અન્યત્ર પણ ભવભૂતિની અસર આ કવિ પર દેખાય છે, છતાં સરલતા, પ્રસાદ અને માધુર્ય તેના ખાસ ગુણો તો છે જ.
રામચંદ્ર ધાર્મિક કરતાં લૌકિક સાહિત્ય વધારે સર્યું છે. તેણે પોતાનાં કેટલાંક નાટકોનું વસ્તુ પણ લોકકથાઓમાંથી લીધું છે. એ કાળમાં રામચંદ્રનાં નાટકો ભજવાતાં હશે, અને વિષયની અને ભાષાની સરલતા, રચનાની પ્રવાહિતા અને પ્રશંસાયોગ્ય રસનિષ્પત્તિને કારણે ઠીકઠીક લોકપ્રિય થયાં હશે. મૂળ કથાનકમાંના ચમત્કારિક પ્રસંગો લેખકે “નલવિલાસમાં' યુક્તિપુર:સર જતા કર્યા છે એ બતાવે છે કે એ નાટક ભજવવા માટે લખાયું હોવું જોઈએ.
રામચન્દ્ર સમગ્ર સાહિત્યશાસ્ત્રના જ્ઞાતા હતા. પોતે શબ્દશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્રના જાણકાર- “ઐવિદ્યવેદી'- હોવા છતાં કવિત્વ માટે સ્પૃહા ધરાવે છે એમ “નાટ્યદર્પણ'ના આરંભમાંજ તેમણે જણાવ્યું છે --
प्राणा: कवित्वं विद्यानां लाचण्यमिव योषिताम् । विद्यवेदिनोऽप्यस्मै ततो नित्यं कृतस्पृहाः ॥
નાટ્યદર્પણ'માં પોતાનાં અગિયાર નાટકો સુદ્ધાં ચુંમાળીસ નાટકોમાંથી તેમણે ઉદાહરણો આપ્યાં છે એ તેમનું બહોળું વાંચન બતાવે છે. નાટ્યશાસ્ત્ર અને પ્રમાણશાસ્ત્ર એ બન્નેના તેઓ સારા જ્ઞાતા હતા એ તો તેમના ગ્રન્થો જ બતાવી આપશે.
માત્ર હેમચન્દ્રના શિષ્યોમાં જ નહિ, પરંતુ તેમના સમકાલીનોમાં રામચન્દ્રની સાહિત્ય પ્રવૃત્તિ સૌથી વિશાળ અને વિવિધ છે. ગુજરાતમાં લગભગ બાવીશ સંસ્કૃત નાટકો લખાયાં છે તે પૈકી અર્ધા એકલા રામચન્દ્રનાં જ છે. ગુજરાતના અને ભારતના સંસ્કૃત સાહિત્યમાં રામચન્દ્ર આપેલો ફાળો જેટલો વિવિધ છે તેટલો સંગીન પણ છે.
રામચન્દ્રના ગ્રંન્યો પૈકી “નાટ્યદર્પણ”, “સત્યહરિશ્ચન્દ્ર”, “નીર્ભયભીમવ્યાયોગ', કૌમુદીમિત્રાણન્દ, અને “નલવિલાસ' પ્રસિદ્ધ થયેલા છે. “સત્યહરિશ્ચન્દ્રનું ૧૯૧૩ની સાલમાં ઈટાલિયન ભાષાન્તર થયેલું છે.
રામચન્દ્રની સમસ્યાપૂર્તિ રામચન્દ્રની સમસ્યાપૂર્તિ કરવાની શક્તિ પણ તેમની વિદ્વતા જેટલી જ પ્રખર હતી. ૧. જૈન સાહિત્ય સંશોધક' ખંડ ૩, અંક ૨માં “નલવિલાસ નાટક' વિશે શ્રી રામનારાયણ પાઠકનો લેખ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org