________________
२०
પ્રાચીન કવિઓને અત્યંત પ્રિય એવા શીઘ્રકવિત્વમાં પણ તેઓ નિષ્ણાત હતા,
તેમના શીઘ્રકવિત્વથી પ્રસન્ન થઈ સિદ્ધરાજે તેમને ‘કવિકટારમલ્લ’નું બિરૂદ આપ્યું હતું. એ વિષે ‘પ્રબન્ધચિન્તામણિ'કાર જણાવે છે કે એક વાર ગ્રીષ્મઋતુમાં સિદ્ધરાજ પોતાના પટાવતો સાથે ક્રીડોઘાનમાં જતો હતો, તે વખતે રામચન્દ્ર સામે મળ્યા, આથી સિદ્ધરાજે કવિને પૂછ્યું. યં ગ્રીષ્મે વિવસા ગુરુતરા: (ગ્રીષ્મ ઋતુમાં દિવસ લાંબા કેમ છે ?) તે જ વખતે કવિએ જવાબ આપ્યો કે
देव श्री गिरिदुर्गमल्ल भवतो दिग्जैत्रयात्रोत्सवे धावद्वीरतुरङ्गनुिष्ठुरखुरक्षुण्णक्षपामण्डलात् । वातोद्धूतरजोमिलत्सुरसरित्सञ्जातपङ्कस्थली
――
दूर्वा चुम्बनचञ्चुरा रविहयास्तेनैव वृद्धं दिनम् ॥
“હે ગિરિદુર્ગને જીતનારા દેવ, આપની દિગ્વિજયયાત્રાના મહોત્સવમાં દોડતા ઘોડાઓની કઠોર ખરીઓ વડે જમીન ખોદાઈ જવાથી પવન સાથે જે રજ ઊંચે ચઢી તે તે આકાશગંગામાં મળી જવાને કારણે જે કાદવ પેદા થયો છે તેમાં ઊગેલી ધરો ચરતા સૂર્યના અશ્વો ધીમેથી ચાલે છે, તેને કારણે લાંબો થયો છે !
આજ પ્રસંગ રત્નમરિગણીકૃત ‘ઉપદેશતરંગિણી’માં પણ મળે છે. કવિના આ ચાતુર્યથી પ્રસન્ન થઈ સિદ્ધરાજે તેમને ‘કવિકટારમલ્લ'ની પદવી આપી હતી એવો ઉલ્લેખ તેમાં છે. બીજે એક સ્થળે ‘પ્રબન્ધચિન્તામણિ’ કાર લખે છે કે એક વાર કાશીનિવાસી વિશ્વેશ્વર પંડિત કુમારપાલની સભામાં આવ્યા ત્યાં હેમચન્દ્રાચાર્યને બેઠેલા જોઈ તેમણે એક શ્લોકાર્ધ કહ્યો :
पातु वो हेमगोपालः कम्बलं दण्डमुद्वहन् ।
“દંડ અને કંબલ ધારણ કરનાર હેમગોપાલ તમારું રક્ષણ કરો.'
તુરત જ રામચંદ્રે શ્લોકનું બીજું ચરણ રચ્યું
षड्दर्शनपशुग्रामं चारयन् जैनगोचरे । 2
Jain Education International 2010_05
-
“કે જે ષગ્દર્શન રૂપી પશુઓને જૈન ગોચરમાં ચરાવે છે.”
આ ઉપરાંત પણ અન્ય કેટલાક ગ્રન્થોમાંથી રામચન્દ્રની સમસ્યાપૂર્તિઓ મળી આવે છે. તે સર્વ રામચન્દ્રની પોતાની ન હોય તો પણ એ વિદ્વાન અને કવિ તરીકેની રામચન્દ્રની પ્રતિષ્ઠાની ચાલતી આવેલી પરંપરાને પ્રકટ કરે છે એ ભૂલવું ન જોઈએ.
રામચન્દ્રનો સ્વાતંત્ર્યપ્રેમ
રામચન્દ્રનો સ્વભાવ સ્વાતંત્ર્યપ્રેમી અને માની હતો એમ તેમની કૃતિઓ પરથી અનુમાન થઈ શકે છે. ‘નાટ્યદર્પણ'માં રસ અને અભિનય પરત્વેનાં નૂતન વિધાનો રામચન્દ્રની સ્વતંત્ર વિચારશક્તિ અને પરંપરાને જ પ્રમાણ નહીં માનવાની બુદ્ધિજન્ય મનસ્વિતાને આભારી છે. ૧.‘પ્રબન્ધચિન્તામણિ’ (ફા.ગૂ.સભની આવૃત્તિ) પૃ.૧૦૨ ૨. એજન. પૃ. ૧૪૫.
For Private & Personal Use Only
www.jainelibrary.org