________________
પરથી ખેંચી શકાય છે. “પ્રભાવકચરિત’ના હેમાચાર્યપ્રબંધમાં એક એવો પ્રસંગ વર્ણવેલો છે, જેમાં સિદ્ધરાજ હેમચન્દ્રને પૂછે છે કે, તમારી પછી તમારું સ્થાન શોભાવવાને યોગ્ય એવો
ક્યો શિષ્ય તમારી નજરે પડે છે ? ત્યારે હેમચન્દ્ર સિદ્ધરાજ સાથે રામચન્દ્રનો પરિચય કરાવે છે અને હેમચન્દ્ર જેવા મહાન આચાર્યના શિષ્યને છાજે તેવી રીતે “એકદષ્ટિ' બનવાની સૂચના સિદ્ધરાજ રામચન્દ્રને આપે છે. જયસિંહસૂરિનું ‘કુમારપાળચરિત્ર' જણાવે છે કે હેમચન્દ્રના અવસાનથી કુમારપાળને થયેલો શોક રામચન્દ્ર શમાવ્યો હતો.
રામચન્દ્રની લેખનપ્રવૃત્તિ રામચન્દ્ર “રઘુવિલાસ”, “નલવિલાસ', “યદુવિલાસ', “સત્યહરિશ્ચન્દ્ર, “નિર્ભયભીમવ્યાયોગ', “મલ્લિકામકરન્દપ્રકરણ', “રાઘવાક્યુદય', “રોહિણીમૃગાંકપ્રકરણ’, ‘વનમાલાનાટિકા', કૌમુદીમિત્રાણંદ' અને “યાદવાલ્યુદય' એ પ્રમાણે અગિયાર નાટકો અને “સુધાકલશ' નામે સુભાષિતકોશ લખ્યાં છે. આ ઉપરાંત, પોતાના ગુરુભાઈ ગુણચંદ્રની સાથે “નાટ્યદર્પણ' એ નાટ્યશાસ્ત્રનો ગ્રન્થ અને ‘દ્રવ્યાલંકાર' એ ન્યાયશાસ્ત્રનો ગ્રન્થ લખ્યો છે. એ બન્ને ઉપર વૃત્તિ પણ એમણે પોતે જ લખી છે. ‘કુમારવિહારશતક' અને “યુગાદિદેવદ્ધાત્રિશિકા” એ કાવ્યો પણ રામચન્દ્ર લખ્યાં છે.
નાટ્યશાસ્ત્રી રામચન્દ્ર આમાં “નાટ્યદર્પણ” અત્યંત મહત્ત્વનું છે; કેમકે નાટ્યશાસ્ત્ર પરના સંસ્કૃત ગ્રન્થો માત્ર આંગળીના વેઢે ગણાય એટલા છે. નાટ્યશાસ્ત્ર ઉપરાંત બીજી રીતે પણ “નાટ્યદર્પણ'ની અગત્ય છે. વિવિધ વિષયોનાં ઉદાહરણો આપવા માટે એમાં રામચન્દ્ર કુલ ચુંમાલિશ સંસ્કૃત નાટકોમાંથી અવતરણ કર્યા છે અથવા એ નાટકોના પ્રસ્તુત ઉલ્લેખો કર્યા છે. આ નાટકોમાંનાં કેટલાંક તો આજે અપ્રાપ્ય છે. વિશાખદત્તનું “દેવીચન્દ્રગુપ્ત' નાટક જે અત્યારે મળતું નથી તેનાં સંખ્યાબંધ અવતરણો નાટ્યદર્પણ'માં જળવાઈ રહ્યા છે અને તેથી મૌર્યકાળના ઈતિહાસ ઉપર કેટલોક પ્રકાશ પડે છે. રામચન્દ્ર “નાટ્યદર્પણ'માં નાટ્યશાસ્ત્ર, રસશાસ્ત્ર અને અભિનયકલા પરત્વે કેટલાંક મહત્ત્વનાં અને તે કાળનાં લક્ષમાં લેતાં તો પ્રણાલિકાભંજક ગણી શકાય એવાં વિધાનો કર્યા છે. પૂર્વકાળના સર્વ અલંકારશાસ્ત્રીઓનું – જેમાં રામચન્દ્રના ગુરુ હેમચન્દ્રનો પણ સમાવેશ થઈ જાય છે - એ વિધાન છે કે “રસ’ એ બ્રહ્માનંદ સમાન આનંદ આપનાર હોવો જોઈએ; પણ રામચન્દ્ર “સુવુદ્ધાત્મો રસ.' એમ લખીને રસને સુખાત્મક અને દુઃખાત્મક એમ બે પ્રકારે વિભક્ત કર્યો છે અને જણાવ્યું છે કે કવિ અથવા અભિનેતાનું ચાતુર્ય જોવા માટે લોકો દુઃખાત્મક નાટક જોવા જાય છે. નાટકોનો હેતુ માત્ર આનંદ આપવાનો નહિ, પરંતુ જીવનમાં રહેલી કરુણતાનું પણ દર્શન કરાવવાનો છે, એમ આ ઉપરથી ફલિત થાય છે. આથી કે વધુ તો, રામચન્દ્ર પૂર્વકાલીન નાટયાચાર્યોની બીજી એક માન્યતાનો સચોટ વિરોધ કર્યો છે તે જોવા જેવું છે. અભિનેતા જે સંવેદનો અને ભાવનાઓ પોતાના અભિનયદ્વારા વ્યક્ત કરે છે તે એ પોતે અનુભવતો નથી, એવી એ પ્રાચીન માન્યતા છે. રામચન્દ્ર લખે છે કે જે ૧. જુઓ ‘પ્રભાવકચરિત', “હેમાચાર્યપ્રબંધ' શ્લોક ૧૨૬-૩૭.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org