________________
१५
હેમચન્દ્રાચાર્યનું શિષ્યમંડળ*
કલિકાલસર્વજ્ઞ' શ્રી હેમચન્દ્રાચાર્યનો યુગ એ ગુજરાતના ઈતિહાસનો સુવર્ણયુગ છે. હરકોઈ દષ્ટિએ એ કાળમાં ગુર્જરોની પ્રગતિ અને ઉન્નતિ જોવામાં આવે છે. સિદ્ધરાજ અને કુમારપાળના એ શાસનસમયમાં ગુજરાતના સામ્રાજ્યનો અભૂતપૂર્વ વિસ્તાર થયો; વિદ્યાકળા, વાણિજ્ય, મુત્સદ્દીગીરી એ સર્વ ક્ષેત્રોમાં ગુજરાતની અને ગુજરાતીઓનો વિકાસ થયો. તે કાળના સ્થાપત્યના ઘણા ઓછા અવશેષો આજે આપણને જોવા મળે છે, પરંતુ જે જોવા મળે છે તે ઉપરથી તથા પ્રાચીન ગ્રંથોમાંનાં વર્ણનો ઉપરથી એ પ્રાસાદો, મહાલયો અને દેવમંદિરોની ઝાંખી આપણી મનઃચક્ષુને થઈ શકે છે. ગુજરાતની વાણિજ્યવિષયક જાહોજલાલીનાં પરદેશી મુસાફરોએ કરેલાં સંખ્યાબંધ વર્ણનો પ્રાપ્ત થાય છે, પણ આજે સમગ્ર હિન્દના વ્યાપારઉદ્યોગમાં ગુજરાતીઓનું સ્થાન એ જ માત્ર એ કાળનો જે વારસો આપણે ભોગવી રહ્યા છીએ તેની કલ્પના કરાવવાને બસ થશે. એ કાળની અહિંસામાં નવી પ્રાપ્ત થયેલી સાત્ત્વિક સિદ્ધિનું જોમ હતું. અનેક જૈન મિસ્ત્રીઓ, અમાત્યો અને સેનાપતિઓને, કુમારપાળ જેવા પરમાઈ રાજાને અને હેમચન્દ્રાચાર્ય જેવા વિરકત સંન્યાસીને પણ જૈન સિદ્ધાન્તોએ પ્રવૃત્તિવિમુખ બનાવ્યા નહોતા.
ભૂતકાળમાં નજર ફેંકતાં સિદ્ધરાજ - કુમારપાળના રાજ્યકાળમાં અસામાન્ય દીપ્તિ જણાય છે. એ દીપ્તિ જાણે કે હેમચન્દ્રનાં શાન્ત પ્રતિભાવાન નયનોમાંથી બહાર પડી રહી છે. એમાં વિદ્યા, સંસ્કારિતા અને સર્વધર્મસમભાવનું અદ્ભુત ઓજસ છે. હેમચન્દ્ર આખા એક દેશની પ્રજાના જીવનનું અને તેની વિચારભૂમિકાનું પાસું ફેરવી નાખ્યું એમ કહીએ તો ખોટું નથી. કુમારપાલપ્રતિબોધ અને તેના પરિણામરૂપ અમારિઘોષણા એની સજ્જડ છાપ આજના ગુજરાત પર નથી એમ કોણ કહી શકશે ?
એક સાહિત્યચાર્ય તરીકે હેમચન્દ્રનું સ્થાન ભારતના ઈતિહાસમાં અજોડ છે. માળવા અને ગુજરાતની રાજકીય સ્પર્ધામાંથી સાંસ્કારિક સ્પર્ધા જન્મી અને એ સ્પર્ધાનું પરિણામ તે સિદ્ધરાજની વિનંતિ પરથી હેમચન્દ્ર લખેલું “સિદ્ધહૈમવ્યાકરણ.” પણ હેમચન્દ્રની સર્વોતમુખી પ્રતિભા માત્ર વ્યાકરણ લખીને અટકી નથી. “અભિધાનચિન્તામણી”, “અનેકાર્થસંગ્રહ', નિઘંટુકોશ', “દેશીનામમાલા” જેવા શબ્દકોશ, “સિદ્ધહેમ', “લિંગાનુશાસન', “ધાતુપરાયણ' જેવા વ્યાકરણગ્રંથ, “કાવ્યાનુશાસન' જેવો અલંકારગ્રન્થ, છન્દોનુશાસન' જેવું છંદશાસ્ત્ર, સંસ્કૃત અને પ્રાકૃત ‘જ્યાશ્રય” તથા “સખસંધાન જેવાં કાવ્યો, “પ્રમાણમીમાંસા” અને “યોગશાસ્ત્ર” જેવા ગહન શાસ્ત્રીય ગ્રન્થો અને ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર' જેવાં કવિત્વયુક્ત ચરિત્રો, ઈત્યાદિ *. આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરિમહારાજનો વિદ્યાવિસ્તાર કેવો હતો તે જાણવા માટે, ગુજરાતી સાહિત્ય પરિષદ (C/o. ભારતીય વિદ્યાભવન, અંધેરી, મુંબઈ) તરફથી ઈસવી સન ૧૯૪૧ના સપ્ટેમ્બરમાં પ્રકાશિત થયેલા શ્રી હેમસારસ્વતસત્ર ગુજરાતી સાહિત્ય પરિષદનું ખાસ સંમેલન, પાટણ, અહેવાલ અને નિબંધસંગ્રહમાં છપાયેલો ભોગીલાલ સાંડેસરાનો લેખ અહીં અક્ષરશઃ આપવામાં આવે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org