________________
અનેક વિષય પરના તેમના ગ્રન્થો, ડો. પિટર્સને આશ્ચર્યની ઊભરાતી લાગણીઓ સાથે આપેલું “જ્ઞાનનો મહાસાગર” (Ocean of Knowledge) એ વિશેષણ સાર્થક ઠરાવે છે.
સોમપ્રભસૂરિએ “શતાર્થકાવ્ય'ની ટીકામાં લખ્યું છે --- क्लृप्तं व्याकरणं नवं विरचितं छन्दो नवं व्याश्रयाऽलंकारौ प्रथितौ नवौ प्रकटितं श्रीयोगशास्त्रं नवम् । तर्क: संजनितो नवो जिनवरादीनां चरित्रं नवं बद्धं येन न केन केन विधिना मोहः कृतो दूरतः ।।
“જેણે નવું વ્યાકરણ, નવું છંદશાસ્ત્ર, નવું દ્વયાશ્રય, નવું અલંકારશાસ્ત્ર, નવું તર્કશાસ્ત્ર અને નવા જિનચરિતો રચેલ છે તેણે (હેમચંદ્ર) આમ કરીને કયી કયી રીતે આપણો મોહ દૂર કર્યો નથી ?” - અર્થાત્ સર્વ રીતે કર્યો છે.
આવા પ્રભાવશાળી પુરુષની આસપાસ વિદ્યાપ્રેમી શિષ્યોનું મંડળ જામે એ તદન સ્વાભાવિક છે. આવા પુરુષો શિષ્યમંડળ વિશાળ બનાવવા પરત્વે ઉદાસીન હોય છે. વહેતી ગંગામાંથી જેમ જે કોઈને ગરજ હોય તે ખોબો ભરીને પી લે અથવા ઘડો ભરી લે તેમ જેને જ્ઞાનની પિપાસા હોય છે તેઓ જ અહીં એકત્રિત થાય છે. હેમચન્દ્ર શિષ્યોની સંખ્યા વધારવાનો કદિ પણ પ્રયત્ન કર્યો હોય એમ જણાતું નથી, અને તેમના જે શિષ્યો વિષે આજે આપણને કંઈ પણ જાણવા મળે છે તેઓ સારા વિદ્વાનો અને સાહિત્યકારો હતા તેથી ઉપરના કથનને પુષ્ટિ મળે છે. તેમના શિષ્યો પૈકી રામચન્દ્રસૂરિની ખ્યાતિ હિન્દભરના વિદ્વાનોમાં પ્રસરેલી હતી અને તે કાળના વિદ્વાનોમાં તેમનું સ્થાન માત્ર હેમચન્દ્રથી બીજું હતું. આ ઉપરાંત ગુણચંદ્ર, મહેન્દ્રસૂરિ, વર્ધમાનગણિ, દેવચન્દ્ર, ઉદયચન્દ્ર, યશશ્ચન્દ્ર, બાલચન્દ્ર, વગેરે બીજા શિષ્યો હતા. તે સર્વેએ સાહિત્યમાં ઓછોવત્તો ફાળો આપ્યો છે અને જ્યારે આપણે ભારતીય સાહિત્યમાં ગુજરાતે આપેલા ફાળાની વિચારણા કરવા બેસીએ ત્યારે તે સર્વની સાહિત્યપ્રવૃત્તિ આપણે લક્ષમાં લેવી પડે તેમ છે. હેમચન્દ્રની અગાધ વિદ્વત્તાનો વારસો એ સર્વ શિષ્યોમાં આપણે જોઈ શકીએ છીએ. એ સર્વ વિશે યથાશક્ય માહિતી અહીં આપવાનો પ્રયાસ કર્યો છે.
૧. મહાકવિ રામચન્દ્ર મહાકવિ રામચન્દ્ર કયાંના વતની હતા, કઈ જ્ઞાતિના હતા, તેમનાં માતાપિતાનું નામ શું, વગેરે વિષે કંઈ પણ હકીકત મળતી નથી. તેમણે રચેલ “નલવિલાસ નાટક' (પ્રસિદ્ધ : ગા.ઓ.સીરીઝ)ના સંપાદક પં. લાલચંદ્ર ગાંધીના અનુમાન પ્રમાણે, રામચન્દ્રનો જન્મ સં. ૧૧૪૫માં થયો હતો, તેમણે દીક્ષા સં. ૧૧૫૦માં લીધી હતી, સં. ૧૧૬૬માં સૂરિપદ મેળવ્યું હતું, સં. ૧૨૨૯માં હેમચન્દ્રાચાર્યના પટ્ટધર થયા હતા અને સં. ૧૨૩૦માં તેમનું મરણ થયું હતું.
રામચન્દ્ર એ હેમચંદ્રાચાર્યના પટ્ટશિષ્ય હતા એવું સ્પષ્ટ અનુમાન ઐતિહાસિક સાધનો ૧. રામચંદ્ર અને ગુણચંદ્ર સાથે રચેલ “નાટ્યદર્પણ” (પ્રસિદ્ધ : ગા.ઓ.સી.)ના સંપાદક શ્રી શ્રીગોન્ટેકરે રામચંદ્રનો જન્મ સં. ૧૧૫૬માં માન્યો છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org