Book Title: Dharmna Dash Lakshan
Author(s): Hukamchand Bharilla, Ramniklal M Shah
Publisher: Todarmal Smarak Trust

Previous | Next

Page 53
________________ ૨૮ ધર્મનાં દશ લક્ષણ). નહીં. આ પ્રમાણે અન્ય પણ સમજી લેવું જોઈએ. • એમની આ વાત ઉપરથી કાંઈક ઠીક પણ લાગે છે, પરંતુ ગંભીરતાથી વિચાર કરતાં એમ પ્રતીત થાય છે કે આ વાત યુકિતસંગત નથી, કેમકે જો ધનમદ ધનવાનોને જ હોય, બળમદ બળવંતોને જ હોય, રૂપમદ રૂપવાનને જ હોય તો પછી જ્ઞાનમદ જ્ઞાનવાનને જ થવો જોઈએ, પરંતુ જ્ઞાનમદ જ્ઞાનીને નહી, અજ્ઞાનીને હોય છે. જ્ઞાનમદ જ કેમ? આઠેય મદ અજ્ઞાનીને જ હોય છે, જ્ઞાનીને નહીં. જો જ્ઞાનમદ અજ્ઞાનીને હોઈ શકે તો ધનમદ નિર્ધનને કેમ નહીં, રૂપમદ કુરૂપને કેમ નહીં? એ જ પ્રમાણે બળમદ નિર્બળને કેમ નહી? ઈત્યાદિ. બીજી વાત એ છે–માની લ્યો કે એક વ્યકિત એવી છે જેની પાસે ન તો ધન છે, ન બળ છે, ન તો તે રૂપવાન છે, ન ઐશ્વર્યવાન છે, ને જ્ઞાની, ન તપસ્વી છે; ઉચ્ચ જાતિ અને ઉચ્ચ કુળવાળી પણ નથી, તો એને તો કોઈ મદ હશે જ નહીં! તેને તો પછી માન કષાયના અભાવે માર્દવધર્મ નો ધણી માનવો જોઈએ, કદાચિત એ આપને પણ મંજૂર નહીં હોય. કેમકે આ પરિસ્થિતિમાં જે ધર્મનું નામ પણ નથી જાણતા તેવા દીન-હીન, કુરૂપ, નિર્બળ, નીચ જાતિ-કુળવાળા અજ્ઞાની જનોને પણ માર્દવધર્મ માનવો પડશે, જે સંભાવિત નથી. વસ્તુતઃ સ્થિતિ એમ છે કે જે ધનના સંયોગ વડે પોતાને મોટો માને તે માની. માત્ર ધન હોવાથી કોઈ માની બની જતો નથી. પરંતુ તે હોતાં પોતાને મોટો માની, માન-અભિમાન કરવાથી માની બને છે. એ જ પ્રમાણે ધન નહીં હોવાથી અથવા ધન ઓછું હોવાથી પોતાને નાનો માને તે દીન છે. માત્ર ધનની ઓછપ વા અભાવથી કોઈ દીન થઈ જતો નથી, જો થઈ જાય તો મુનિરાજોને દીને માનવા જોઈએ, કેમકે એમની પાસે તો ધન હોતું જ નથી, તેઓ રાખતા જ નથી. તેઓ તો માર્દવધર્મના ધણી છે, તેઓ દીન કેવી રીતે હોઈ શકે? ધનના અભાવથી પોતાને નાનો અનુભવી દીનતા કરે તે દીન હોય છે. ધનાદિના અભાવમાં પણ ધનાદિ–મદની ઉપસ્થિતિ માનવામાં આપણને મુશ્કેલી એટલા માટે થાય છે કે આપણે ધનાદિના સંયોગ વડે માનની ઉત્પતિ માની લઈએ છીએ, આપણે માનનું માપ પરથી કરીએ

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218