________________
ઉત્તમ બ્રહ્મચર્ય “
૧૫૩ જો આપણે પંચેન્દ્રિયોના વિષયોમાં નિરંકુશ પ્રવૃત્તિ કરતા રહીએ અને માત્ર સ્ત્રીનેંસર્ગનો ત્યાગ કરી પોતાને બ્રહ્મચારી માની બેસીએ તો એ એક ભ્રમ જ છે. તથા સ્ત્રી-સંસર્ગની સાથેસાથે પંચેન્દ્રિયના વિષયોને પણ બહારથી છોડી દઈએ, ગરિષ્ઠાદિ ભોજન પણ ન કરીએ, પણ જો આત્મલીનતા રૂ૫ બ્રહ્મચર્ય અંતરમાં પ્રગટ ન થાય તો પણ આપણે સાચા બ્રહ્મચારી બનીશું નહીં. તેથી આત્મલીનતાપૂર્વક પંચેન્દ્રિયોના વિષયોનો ત્યાગ એ જ વાસ્તવિક બ્રહ્મચર્ય છે.
જો કે શાસ્ત્રોમાં આચાર્યોએ પણ બ્રહ્મચર્યની ચર્ચા કરતાં સ્પર્શન્દ્રિયના વિષય–ત્યાગ પર જ અધિક ભાર મૂક્યો છે, કોઈ કોઈ સ્થળે તો રસનાદિ ઈદ્રિયોના વિષયોના ત્યાગની ચર્ચા સુદ્ધા કરી નથી, તેમ છતાં એનો એ અર્થ કદાપિ નથી કે એમણે રસનાદિ ચાર ઈન્દ્રિયોના વિષય–સેવનને બ્રહ્મચર્યનું ઘાતક નથી માન્યું, એમના સેવનની છૂટ આપી રાખી છે. જયારે તેઓ સ્પર્શઈન્દ્રિયને જીતવાની વાત કરે છે, તો એમનો આશય પાંચેય ઈન્દ્રિયો ગર્ભિત છે. આખરે નાક, કાન, આંખો એ શરીરરૂપ સ્પર્શેન્દ્રિયનાં જ તો અંગો છે. સ્પર્શેન્દ્રિય આખુંય એ શરીરરૂપ છે, જયારે બાકીની ચાર ઈન્દ્રિયો એના જ અંગભૂત છે. સ્પર્શ ઈદ્રિય વ્યાપક છે, બાકીની ચાર ઈદ્રિયો વ્યાપ્ય છે.. - જેમ ભારત કહેતા રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર ઈત્યાદિ બધા પ્રદેશો આવી જાય છે, પરંતુ રાજસ્થાન કહેતા પૂરો ભારત નથી આવી.જતો; એ જંપ્રમાણે શરીર કહેતાં આંખ, કાન, નાક આદિ આવી જાય છે, આંખ-કાન કહેતાં પૂરું શરીર આવી જતું નથી. આ જ પ્રમાણે સ્પર્શન-ઈન્દ્રિયનું ક્ષેત્ર વિસ્તૃત અને અન્ય ઈન્દ્રિયોનું મર્યાદિત છે. - જેમ ભારત જીતી લેવામાં આવતાં બધા જ પ્રાન્તો જીતાઈ ગયા–એ માનવામાં કાંઈ હરકત નથી, પરંતુ રાજસ્થાન જીતવામાં આવતાં આંખયા ભારત જીતાઈ ગયું – એમ માની શકાય નહીં; એ જ પ્રમાણે સ્પર્શઇન્દ્રિયને જીતી લેવાથી બધી જ ઈન્દ્રિયો જીતાઈ જાય છે, પરંતુ રસનાદિ જીતવામાં આવતાં સ્પર્શ-ઈન્દ્રિય જીતાઈ ગઈ એમ માની શકાતું નથી.
તેથી એમ કહેવું અનુચિત નથી કે સ્પર્શન ઈન્દ્રિયને જીતનાર બ્રહ્મચારી છે, પરંતુ ઉકત કથનનો આશય પાંચેય ઈન્દ્રિયોને જીતવા સંબંધી જ છે.