Book Title: Dharmna Dash Lakshan
Author(s): Hukamchand Bharilla, Ramniklal M Shah
Publisher: Todarmal Smarak Trust

View full book text
Previous | Next

Page 196
________________ ક્ષમાવાણી) ૧૭૧ ક્ષમાભાવ આવ્યો જીં નથી, બધું જ કાગળ કે વાણીમાં જ રહી ગયું છે તો તે ટકી રહેવાનો પ્રશ્ન જ કયાં ઊઠે છે ? આ પ્રકારની ક્ષમાવાણી આપણને શું નિહાલ કરશે એ પણ એક વિચારવા યોગ્ય વાત છે. ‘ક્ષમા કરો, ક્ષમા કરો’ એવું રટણ કરતા લોકો તો ડગલે ને પગલે મળી આવશે; પરંતુ હૃદયથી વાસ્તવિક ક્ષમાયાચના કરવાવાળા અને ક્ષમા આપવાવાળાઓનાં દર્શન આજ દુર્લભ થઈ પડયાં છે. ક્ષમાવાણીનું સાચું રૂપ તો એ હોવું જોઈએ કે આપણે આપણી ભૂલોનો એકરારપૂર્વક ઉલ્લેખ કરીને વિનયપૂર્વક સામસામે કે તંત્ર દ્વારા શુદ્ધ હૃદયથી ક્ષમાયાચના કરીએ તેમજ પવિત્ર ભાવથી બીજાઓને ક્ષમા આપીએ અર્થાત્ ક્ષમાભાવ ધારણ કરીએ. આપ એ વિચારી શકો છો કે આ પવિત્ર અવસર પર હું પણ શુ વાત લઈ બેઠો ? પરંતુ છું હું જાણવા ઈચ્છું કે – જયારે આપે અનેકને ક્ષમા આપી છે, અનેકની પાસે ક્ષમા માગી છે તો ક્ષમાવાણી પર્વ વીત્યા બાદ શું આપે કદી પણ આત્મનિરીક્ષણ કર્યુ છે ? જો ના, તો હવે કરીને જુઓ કે શું આપના જીવનમાં પણ કોઈ ફરક પડયો છે કે પછી જેમનું તેજ ચાલી રહ્યુ છે ? જો જેમનું તેમજ ચાલી રહ્યું હોય તો પછી મારી વાતની સચ્ચાઈ પર એક વાર ગંભીરતાથી વિચાર કરો, એને ખાલી વાતોમાં જ ન ઉડાવો. શું હું એમ આશા રાખું કે આપ આ પ્રતિ ધ્યાન આપશો ? આપશો તો લાભ મેળવશો, અન્યથા જેમ ચાલે છે તેમ તો ચાલતું જ રહેશે, એમાં તો કાંઈ આવવા—જવાનું છે નહિં. ક્ષમાવાણીનો વાસ્તવિક ભાવ તો આ છે કે પર્વરાજ પયૂષણમાં દશ ધર્મોની આરાધનાથી આપણું હૃદય ક્ષમાભાવથી આકંઠ ભરાઈ જવું જોઈએ. અને જેમ ઘડો આકંઠ ભરાઈ જાય છે તો પછી છલકાવા લાગે છે, ઊભરાવા લાગે છે; તે જ પ્રમાણે જયારે આપણો હૃદયઘટ ક્ષમાભાવાદિ—જલથી આકંઠ ભરાઈ જાય, ત્યારે એ જ ક્ષમાભાવ વાણીમાં પણ છલકાવા લાગે, ચમકવા

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218