________________
૧૭૦
ધર્મનાં દશ લક્ષણ) કર્યો હોય, એ ઉપકારથી આપણે એના કૃતજ્ઞ થવું જોઈએ!
જેમની સાથે ઝગડો થયો હોય, એક તો આપણે એમની પાસેથી ક્ષમાયાચના કરતા જ નથી. કદાચિત આપણા ઈષ્ટમિત્રો સદ્ભાવ રાખવા માટે એમની પાસે ક્ષમા માગવાની પ્રેરણા આપે છે, ફરજ પાડે છે તો આપણે અનેક શરતો આગળ ધરીએ છીએ. કહીએ છીએ – “એને તો પૂછો કે એ પણ ક્ષમા માગવા કે ક્ષમા આપવા તૈયાર છે કે નહીં?”
જો એ પણ તૈયાર થઈ જાય તો પહેલાં ક્ષમા કોણ માર્ગે એ વાત પર વાત અટકી જાય છે. એનો પણ કોઈ રસ્તો કાઢવામાં આવે તો પછી ક્ષમા માગવા અને આપવાની વિધિ પર ઝગડો ઉપસ્થિત થાય છે - કે ક્ષમા લેખિત માગવામાં આવે કે મૌખિક.
જો આ સમસ્યાનો પણ કોઈ પ્રકારે ઉકેલ થઈ જાય તો પછી ક્ષમા માગવાની ભાષા નિશ્ચિત કરવાનું કોઈ સરળ કામ નથી. માગવાવાળો આ ભાષામાં ક્ષમા માગે છે – “મેં કોઈ ભૂલ તો કરી નથી, છતાં પણ આપ લોકો માનતા નથી તો હું ક્ષમા માગવા તૈયાર છું પરંતુ...” એમ કહીને કોઈ નવી શરત ઉમેરે છે.
આ વાત પર ક્ષમાદાન કરનાર હઠ કરશે, કહેશે – “પહેલાં અપરાધો સ્વીકાર કરો, પછી માફ કરીશ.”
આ પ્રમાણે લોકો કદી પણ ન કરેલા અપરાધ માટે ક્ષમા માગે અને ક્ષમા કરવાવાળા અસ્વીકૃત અપરાધની ક્ષમા આપવા તૈયાર ન થાય, કદાચિત્ કોઈ ભાષાના મહાપંડિતો હળી-મળીને કોઈ એવો ધડી લાવે કે જેથી “સાપ પણ મરે અને લાઠી પણ ન ભાંગે તો પછી એ વાત પર ઝગડો થઈ શકે છે કે – ક્ષમાના આદાન-પ્રદાનનું સ્થળ કયાં રાખવું?
આ બધી વાતોનું સમાધાન કરવામાં આવે અને જો ક્ષમાયાચના કે ક્ષમાપ્રધાનના કાર્યક્રમનો સમારોહ સાનંદ સંપન્ન પણ થઈ જાય, તોપણ આ ક્ષમાભાવ કયાં લગી ટકી રહેશે એનો શું ભરોસો? પરંતુ જયારે અંતરમાં