Book Title: Dharmna Dash Lakshan
Author(s): Hukamchand Bharilla, Ramniklal M Shah
Publisher: Todarmal Smarak Trust

Previous | Next

Page 200
________________ ક્ષમાવાણી) ૧૭૫ સમજતા નથી. પરંતુ જયારે સમજદાર લોકો સમજાવે છે તો સામાન્ય લોકોને પણ સમજમાં આવી જાય છે. એટલા માટે તો આટલું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. જો આ ભ્રમની સંભાવના ન હોત તો પછી આટલા સ્પષ્ટીકરણની આવશ્યકતા કેમ રહેત? આજનો માનવી દુનિયાદારીમાં તો ખૂબ જ ચતુર બની ગયો છે. શું દેશમાં જેટલી પણ મિલો, દુકાનો, ગાંધીજીના નામ પર છે એ બધાના માલિક ગાંધીજી છે? નહી, બિલકુલ નહીં, અને આ વાત સૌ સારી રીતે સમજે પણ છે પરંતુ કોણ જાણે આધ્યાત્મિક બાબતોમાં આ પ્રકારના ભ્રમોમાં કેમ ગુંચવાઈ જાય છે? વસ્તુતઃ વાત તો એ છે કે આધ્યાત્મિક બાબતોમાં કોઈ પણ વ્યકિત પોતાની બુદ્ધિને કસવા જ માગતો નથી. ગંભીરતાથી વિચારે જ નહીં તો સમજમાં કેવી રીતે આવે? જો સામાન્ય માણસ પણ કાંઈક થોડા ઊંડાણથી વિચાર કરે તો બધું સમજમાં આવી શકે છે. દશલક્ષણ મહાપર્વની, જેમ ક્ષમાવાણી ઉત્સવ પણ વર્ષમાં ત્રણ વાર ઊજવવો જોઈએ; પરંતુ જયારે દશલક્ષણપર્વ પણ ત્રણવાર ઉજવવામાં આવતું નથી, તો પછી આને કોણ ઊજવે? ઠીક, જેમ હોય તેમ, પરંતુ વર્ષમાં એકવાર તો આપણે આને ખૂબ ઉત્સાહથી ઊજવીએ જ છીએ. આ કારણે પણ એનું મહત્વ વિશેષ વધી જાય છે, કેમકે મનની મલિનતા અને વેરભાવ ધોવાનો-દૂર કરવાનો અવસર એક વખત જ પ્રાપ્ત થાય છે. વર્ષમાં ત્રણ વાર ક્ષમાવાણી આવવાનું પણ કારણ છે. અને તે આ છે કે અપ્રત્યાખ્યાન કષાય છ માસથી અધિક રહેતો નથી. જો એથી વધારે રહે તો સમજી લેવું જોઈએ કે એ અનંતાનુબંધી છે. અનંતાનુબંધી કષાય અનંત સંસારનું કારણ છે. તેથી જો ક્ષમાવાણી છ માસની અંદર જ થઈ જાય અને એના નિમિત્તથી આપણે છ માસની અંદર જ ક્રોધમાનાદિ કષાયભાવોને ધોઈ નાખીએ તો ઘણું સારું થાય. "વેરભાવ તો એક દિવસ પણ રાખવાની વસ્તુ નથી. પ્રથમ તો વેરભાવ ધારણ જ ન કરવો જોઈએ. જો કદાચ થઈ જાય તો એને તરત જ દૂર કરી

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218