Book Title: Dharmna Dash Lakshan
Author(s): Hukamchand Bharilla, Ramniklal M Shah
Publisher: Todarmal Smarak Trust

View full book text
Previous | Next

Page 210
________________ અભિમત). ૧૮૫ ખરેખર તો ધર્મનું સ્વરૂપ અને તેના દશઅંગોનું ચિત્ર આજકાલની ભાષામાં આધુનિક વેષમાં અત્યંત સુંદર રીતે દોર્યું છે જેનું અમે હાર્દિક સમર્થન કરીએ છીએ. સ્વતિશ્રી ભટ્ટારક ચારકીતિ પંડિતાચાર્ય એમ.એ., શાસ્ત્રી (મૂડબિદ્રી) સમાજમાન્ય વિદ્વાન ડૉ. હુકમચંદ ભારિલ લિખિત પુસ્તક “ધર્મ ના દશ લક્ષણ જોઈ ઘણો હર્ષ થયો. એમાં બે મત છે જ નહીં કે ડૉ. ભારિલ સિધ્ધહસ્ત લેખક છે અને બુદ્ધિમાન વકતા છે. ઉત્તમક્ષમાદિ દશધર્માનું સૂમિ સ્વરૂપ સરળ શૈલીમાં આલેખાયું છે. આ પુસ્તકની સર્વોપરિ ખાસીયત એ છે કે દશધર્મોનું તત્વની દૃષ્ટિથી સરસ, સરળ સુબોધ શૈલીથી પ્રતિપાદન કરેલ છે. આ દૃષ્ટિથી દશધર્મોનું વિવેચન લગભગ આજસુધી કયાંય જોવામાં આવ્યું નથી. દશધર્મો પર બીજા પણ જે વિવેચન છે તેમાં પણ લગભગ તત્વદ્રષ્ટિથી વિવેચન કરેલ દેખાતું નથી. વિદ્વાન લેખકે ઉત્તમક્ષમાદિ દરેક ધર્મ પર સત્ય, રોચક અને બહુજ સુંદર રીતે કલમ ચલાવી છે. સુંદર આકર્ષક છપાઈ કામવાળું પુસ્તક “ધર્મના દશ લક્ષણ' ની ભેદથી પાઠકને અને સમાજને સતપથનું દિશાસૂચન તો થશે જ સાથે સાથે આત્માના ધર્મ પામવા માટે પણ સાચી દિશા પ્રાપ્ત થશે – -ચારૂકીર્તિ પં. બીમચંદભાઈ જેઠાલાલ શેઠ સોનગઢ (ગુજરાત) આત્માની ઉપાસના કરવાનું મંગલમય પર્વ પર્યુષણ છે દેશ લક્ષણ ધર્મ ની આરાધના મુખ્યતાથી પૂ. મુનીરાજોને હોય છે. એનો સ્પષ્ટ ઉલ્લેખ ડૉ. હુકમચંદજી ભાવિલ દ્વારા લખાયેલ ધર્મના દશલક્ષણ' પુસ્તકમાંથી મળે છે. શ્રી શાસ્ત્રીજી આધુનિક દ્રષ્ટિથી વિચાર કરવાવાળા છે બધા લેખોમાં એમના વ્યકિતત્વનો પ્રભાવ આનંદનો અનુભવ કરાવે છે.

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218