________________
૧૮૭
અભિમત) : પં. બંસીધરજી શાસ્ત્રી એમ. એ. જયપુર (રાજ.)
આ પહેલા પં. સદાસુખદાસજીનું દશધર્મો પર વિવેચન પુસ્તકાકાર રૂપે પ્રકાશિત થયેલ છે. એકબે બીજા લેખકોના પણ વાંચ્યા છે. પરંતુ આ પુસ્તકમાં ધર્મો પર સમીચીન અને સર્વાગીણ વિવેચન સહજ અને સરળ શૈલીમાં કરેલ છે. આમાં ધર્મોની નિશ્ચય-વ્યવહારના આધાર પર સુંદર–બોધગમ્ય પરિભાષા નિર્ધારિત કરેલ છે. દશધર્મ અને ક્ષમાવણીના સંબંધમાં કેટલીક ભ્રાન્તિઓનું ખંડન યુકિતપૂર્વક કરેલ છે. એથી આ પુસ્તક વિદ્વાનો તેમ જ સાધારણ વર્ગના લોકો માટે ઉપયોગી બન્યું છે. આનું પઠન-પાઠન વિદ્યાલયના વિદ્યાર્થીઓમાં કરાવવું જોઈએ. પર્યુષણ પર્વ ઉપરાંત પણ આ પુસ્તકનું નિયમિત અધ્યયન દરેક જીજ્ઞાસુ જીવોએ કરવું જોઈએ. આવું સુંદર અને સત્યવર્ણનનું પ્રકાશન કરાવનાર સંબંધિત દરેક વ્યકિત ધન્યવાદને પાત્ર છે.
ડૉ. પન્નાલાલજી જૈન સાહિત્યચાર્ય, સાગર મંત્રી,
• શ્રી ભા.દિ.જૈન વિદ્વાન પરિષદ * આકર્ષક આવરણ દિલને જીતી લે તેવી સાજસજજા સરલ સુબોધ ભાષા અને હૃદય પર લાંબો કાળ પ્રભાવ પડી રહે તેવા વર્ણનથી પુસ્તકનું મહત્વ વધી ગયું છે. આવું સર્વોપયોગી પ્રકાશન અને લેખન માટે ધન્યવાદ.
-પન્નાલાલ જૈન
શ્રી અગરચંદજી નાહટા, બીકાનેર (રાજસ્થાન)
“આત્મધર્મ માં જયારથી દશ લક્ષણ સંબંધી ભારિલજીની લેખમાળા પ્રકાશીત થતી રહી–શું રૂચિપૂર્વક વાંચતો રહ્યો. ડૉ. ભારિલના મૌલિક ચિંતનથી પ્રભાવિત પણ થયો. તેમણે ધર્મના દશલક્ષણ સંબંધી પોતાના વિચાર પ્રગટ કર્યા છે. બીજી ઘણી વાતો વિચારોત્તેજક અને મૌલિક છે આજસુધી આ દશ લક્ષણો સંબંધી ઘણું બધું કહેવાયું છે. લખાયું છે. પણ મૌલિક ચિંતન પ્રસ્તુત કરવું બધા માટે શકય નથી. ડો ભારિલમાં જે સૂઝબૂઝ