________________
૧૮૮
ધર્મનાં દશ લક્ષણ) અને પ્રતિભા છે એનું ફળસ્વરૂપ આ પુસ્તકનું વિવેચન છે. આશા છે કે આનાથી પ્રેરણા મેળવી બીજા વિદ્વાનો પણ નવું ચિંતવન પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરશે. ડો ભારિલ જે પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે તે ખૂબજ વિચારણીય અને માનનીય છે. ધર્મ અને અધ્યાત્મ સંબંધી તેમનું ચિંતવન હજી પણ. ઊંડે સુધી જાય અને તત્સંબંધી સત્ય મૌલિક રૂપમાં પ્રકાશિત કરતા રહે એવી શુભ કામના છે. આ પુસ્તકનો વધારેમાં વધારે પ્રચાર થાય તે ઈચ્છનીય છે. પ્રકાશન ઘણું સુંદર છે અને કિંમત પણ યોગ્ય રાખી છે ?
–અગરચંદ નાહટા
શ્રી અક્ષયકુમારજી જૈન, ભૂતપૂર્વ સંપાદક, નવભારત ટાઈમ્સ,
- ' (દિલ્હી) પુસ્તક ઘણું ઉપયોગી અને સામયિક છે. સીધીસાદી ભાષામાં દશ લક્ષણોનું સુંદર વર્ણન ડો. ભારિલે કરેલ છે. આશા રાખું છું – આ પુસ્તકનો વધારેમાં વધારે પ્રચાર થાય જેથી સામાન્ય લોકોને લાભ થશે.
–અક્ષયકુમાર જૈન ૫. જ્ઞાનચંદજી “સ્વતંત્ર” શાસ્ત્રી ન્યાયતીર્થ, ગંજબાસૌદા
(વિદિશા મ.પ્ર.) ડો. ભારિલજી જૈન જગતનાં બહુ ચર્ચિત, બહુ પ્રસિદ્ધ ઉચ્ચ કોટીના વિદ્વાન છે. વિદ્વતાની સાથે સાથે તેઓ પ્રખર વકતા, કુશળ પત્રકાર, ગ્રંથ નિર્માતા અને કવિ પણ છે. દશલક્ષણ ધર્મ પર અનેક મુનિઓ વિદ્વાનો અને ત્યાગીઓએ નાના મોટા ગ્રંથ પુસ્તિકાઓ લખી છે. પણ એ બધામાં ડો. ભારિલ લિખિત ધર્મના દશલક્ષણ પુસ્તક સર્વોપરી છે. તેમાં આધ્યાત્મિક વિદ્યા ના આધાર પર તાત્વિક સૈદ્ધાનિક વિવેચન કરેલ
ભાષા સાદી-સરલ–સુબોધ અને ગમી જાય એવી છે. આપ કોઈપણ