________________
અભિમત)
૧૮૯
પ્રકરણ ખોલો, શરૂ કર્યો પછી પુરૂં નહિ કરો ત્યાંસુધી અતૃપ્તિ જેવું લાગ્યા કરશે. આનું જ નામ સત્—સાહિત્ય છે. આપની આ વસ્તુ સુંદર—નૂતન મૌલિક રચના વાંચવા જેવી તો છે જ પણ અનુભવ અને મંથન કરવા જેવી પણ છે.
–જ્ઞાનચંદ જૈન સ્વતંત્ર’
બ્ર. પં. માણીકચંદજી ભીસીકર, સંપાદક : સન્મતિ (મરાઠી)
બાહુબલી (કુંભોજ)
આપના આ ગ્રંથમાં ધર્મના લક્ષણોનું વિશ્લેષણ કરતી વખતે જે કુદરતી, શુદ્ધ તત્વનિરૂપણ પધ્ધતિનું અવલંબન લીધું છે તે સચોટ રહ્યું છે. આવો પરીશ્રમપૂર્વક કરેલ પુરૂષાર્થ પ્રશંસનીય છે. પુસ્તક ખૂબજ ઉપયોગી અને પ્રેરણાદાઈ પ્રતીત થયું છે.
–માણિકચંદ ભીસીકર
ડૉ. દેવેન્દ્રકુમાર જૈન, પ્રોફેસર ઈન્દોર વિશ્વવિદ્યાલય
-
ઈન્દોર (મ.પ્ર.)
આ લેખો આત્મધર્મના સંપાદકીયમાં ધારાવાહીરૂપે પ્રગટ થતા રહ્યા છે. પરંતુ તેનું એક જ જગ્યાએ સંકલન કરી ટ્રસ્ટ બહુ સારૂં કામ કર્યુ છે. આથી વાંચકોને ધર્મના જુદા જુદા લક્ષણોનું મનન એક સાથે એક બીજાના તારતમ્યમાં કરવાનો અવસર પ્રાપ્ત થશે. મને એમ કહેવામાં બિલકુલ સંકોચ નથી કે લેખોની ભાષા એટલી સરળ અને સુબોધ છે કે સામાન્ય માણસ પણ તત્વની ઉડાઈ સુધી પહોંચી શકે છે. ડૉ ભારિટ્લે પરમ્પરાગત શૈલીથી હટી ધર્મના કામાદિ લક્ષણોનું સૂક્ષ્મ, મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કર્યુ છે તેથી તેમાં ધાર્મિક નીરસતાને બદલે સહજ માનવી સ્પંદન છે—વિશ્વાસ છે કે આ પુસ્તક લોકોને ધર્મની અનુભૂતિની પ્રેરણા દેશે.
–દેવેન્દ્રકુમાર જૈન