________________
૧૯૦
- ધર્મનાં દશ લક્ષણ) ડો. ભાગચંદજી જૈન “ભાસ્કર” નાગપુર વિશ્વવિદ્યાલય –નાગપુર,
ડો. ભારિલ સમાજ માન્ય પ્રસિદ્ધ વ્યાખ્યાતા છે. તેમની વ્યાખ્યાન શૈલી ખૂબ લોકપ્રિય છે. એ શૈલી આ પુસ્તકમાં શરૂથી અંત સુધી દેખાઈ આવે છે. વિષય અને વિવેચન ગંભીર હોવા છતાં પણ સર્વસાધારણ પાઠકને માટે ગ્રાહ્ય બની છે. ખરેખર લેખક અને પ્રકાશક બને અભિનંદનને પાત્ર
છે.
મહામહોપાધ્યાય ડો. હરિન્દ્રભૂષણજી જૈન, વિકમ વિશ્વવિદ્યાલય
ઉર્જન - ડો હુકમચંદ ભારિલ નવી પેઢીના વિદ્વાન લગનશીલ અને ઉચ્ચ કોટીના વિદ્વાન છે. “ધર્મનાં દશ લક્ષણ” એમની પોતાની શૈલીની એક તદ્દન નવીન કૃતિ છે. ડો. ભારિલે પોતાની આ રચનામાં અત્યંત સરલ ભાષામાં જૈન ધર્મના મૌલિક દેશ આદર્શોનું પ્રાચીન ગ્રંથોમાંથી ઉતારો કરી દાખલાઓ આપી વિવેચન કરેલ છે. દશધર્મોનું આવું શાસ્ત્રીય વિવરણ આજ સુધી એકસાથે ઉપલબ્ધ ન હતું. પર્યુષણ પર્વમાં વ્યાખ્યાતાઓને તો આ કૃતિ અત્યંત સહાયક થશે.
' – હરિન્દ્રભૂષણ જૈન
ડો. પ્રેમચંદજી જૈન, ઉદયપુર વિશ્વવિદ્યાલય, ઉદયપુર (રાજ.) - ડો. ભારિત્રે સુંદર રોચક શૈલીમાં ધર્મના સ્વરૂપને સ્પષ્ટ કર્યું છે. આધ્યાત્મિક રૂચિવાળા પાઠકો માટે આ પુસ્તકમાં ચિંતન-મનનની ભરપૂર સામગ્રી છે. મારા તરફથી ડો. ભારિલને આવી સુંદર અને સારગર્ભિત કૃતિ માટે વધાઈ મોકલું છું.
-પ્રેમકુમાર જૈન, ઈતિહાસરત્ન, વિદ્યાવારિધિ, ડૉ કસ્તુરચંદજી કાસલીવાલ :
જયપુર (રાજ.) દશધર્મો પર ડૉ ભારિલ સાહેબના લેખો પુસ્તકરૂપે પ્રગટ કરીને બહુ