Book Title: Dharmna Dash Lakshan
Author(s): Hukamchand Bharilla, Ramniklal M Shah
Publisher: Todarmal Smarak Trust

Previous | Next

Page 208
________________ અભિત લોકપ્રિય પત્ર-પત્રિકાઓ તથા વિદ્વાનોની દ્રષ્ટિમાં આ પુસ્તકનું મૂલ્યાંકન પં. કૈલાશચંદજી સિધ્ધાંતાચાર્ય, વારાણસી – (ઉ.પ્ર.) - શ્રી ભારિલજીની વિચાર સરણિ અને લેખન શૈલી બને મનોસ્પર્શી છે. જયાં સુધી હું જાણું છું ત્યા સુધી દશધર્મો પર આવું સુંદર અને આધુનિક ઢંગથી વિવેચન આ પહેલાં મારા ખ્યાલમાં આવ્યું નથી, આથી એક મોટી ખોટ પુરાઈ છે. દશ લક્ષણ પર્વમાં મોટે ભાગે નવીન પ્રવચનકાર આવા પુસ્તકની શોધમાં હતા. બ્રહ્મચર્ય પરનો છેલ્લો લેખ મેં આત્મધર્મમાં વા હતો એમાં સંસારમાં વિષ વેલ નારી' પર સુંદર વિવેચન કર્યું છે. . – કૈલાશચંદ પં. શ્રી જગમોહનલાલજી શાસ્ત્રી કટની (મ.પ્ર.) - દશધમ પર પંડિતજી (ડૉ. ભારિલ) નું વિવેચનમેં હિંદી આત્મધર્મમાં વાંચેલ તે જ વખતે બહુ આનંદનો અનુભવ થયો હતો. નવી પેઢીના વિદ્વાનોમાં ડૉ. ભારિદ્વ અગ્રગણ્ય છે. એની લેખીનીને સરસ્વતીનું વરદાન હોય તેમ લાગે છે. ડોકટર સાહેબે સાહિત્યના ક્ષેત્રમાં આ પુસ્તક પર ખરેખર ડોકટરીનો પ્રયોગ કર્યો છે. દશધર્મો રૂપી દવાનો પ્રયોગ દશ વિકારો રૂપી રોગનું બરાબર ઓપરેશન કરી બહુ સફળતાથી (સુંદરતાથી) કર્યો છે. આટલું સચોટ અને સાંગોપાંગ વર્ણન અર્વાચીન ભાષા ને અર્વાચીન શૈલીમાં બીજે કયાંય નથી દેખાતું. પુસ્તક આજના યુગમાં નવા વિદ્વાનોને દશ ધર્મનાં પાઠ શીખવા માટે ઉત્તમ છે. ભાષા રોચક છે. એક વાર શરૂ કર્યા પછી પાછું મુક્કાનું મન થતું નથી. વિષય હૃદયને સ્પર્શે છે. કેટલીયે જગા એવી છે જેનું સરસ પૃથક્કરણ કરેલ છે. – જગન્મોહનલાલ જૈન શાસ્ત્રી

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218