Book Title: Dharmna Dash Lakshan
Author(s): Hukamchand Bharilla, Ramniklal M Shah
Publisher: Todarmal Smarak Trust

Previous | Next

Page 198
________________ ક્ષમાવાણી) ૧૭૩ ક્ષમા માગવામાં બાધક ક્રોધકષાય નથી, પરંતુ માનકષાય છે. ક્રોધકષાય ક્ષમા કરવામાં બાધક કોઈ શકે છે, ક્ષમા માગવામાં નહીં. જયારે આપણે કહીએ છીએ:“ામેમિ સવ નીવા, સર્વે નવા રવમતુ મે | मित्ती मे सव्वभूएसु, वैरं ,मज्झं ण केण वि ।। સર્વ જીવોને હું ક્ષમા કરું છું, સર્વ જીવો મને ક્ષમા કરો. સર્વ જીવો સાથે મારે મૈત્રીભાવ રહો, કોઈથી પણ વેરભાવ ન હો.” તો આપણે હું સર્વ જીવોને ક્ષમા કરુ છું એમ કહીને ક્રોધના ત્યાગનો સંકલ્પ કરીએ છીએ વા ક્રોધના ત્યાગની ભાવના ભાવીએ છીએ. તથા “ સર્વ જીવો મને ક્ષમા કરો' એમ કહીને માનના ત્યાગનો સંકલ્પ કરીએ છીએ વા માનના ત્યાગની ભાવના ભાવીએ છીએ. એ જ પ્રમાણે સર્વ જીવો સાથે મિત્રતા રાખવાની ભાવના માયાચારના ત્યાગરૂપ સરળતા પ્રાપ્ત કરવાની ભાવના છે. તેથી ક્ષમાવાણીને માત્ર ક્રોધના ત્યાગ પૂરતી મર્યાદિત માનવી યોગ્ય નથી. . : એક વાત આ પણ છે કે આ દિવસે આપણે ક્ષમા કરવાને બદલે ક્ષમા માગીએ છીએ અધિક. ભલે ઉકત છંદમાં હું સર્વ જીવોને ક્ષમા કરું છું.” વાકય પ્રથમ હોય, પરંતુ સામાન્ય વ્યવહારમાં આપણે એમ જ કહીએ છીએ કે – “ક્ષમા કરો' એમ કહેતું કોઈ જોવામાં આવતું નથી કે “ક્ષમા કરી' આને ક્ષમાયાચના દિવસના રૂપમાં જ જોવામાં આવે છે, “ક્ષમાકરણ' દિવસના રૂપમાં નહીં. ક્ષમાયાચના માનકષાયના અભાવમાં થતી પ્રવૃત્તિ છે. તેથી એને માઈવવાણી કેમ ન કહેવામાં આવે? પરંતુ સર્વ એને ક્ષમાવાણી જ કહે છે. એક પ્રશ્ન આ પણ છે કે દશલક્ષણ મહાપર્વ પછી ઊજવવામાં આવતો આ ઉત્સવ પ્રતિવર્ષ ક્ષમાદિન તરીકે જ કેમ ઊજવવામાં આવે છે? એક વર્ષ

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218