________________
૧૭૯
ક્ષમાવાણી)
ક્ષમાની સાથે હિંસાની સંગતિ જ નહીં, ઔચિત્ય સિદ્ધ કરવાવાળાઓને મારે કાંઈ કહેવાનું નથી. હું તો માત્ર એ જ કહેવા માગું છું કે આ પૌરાણિક આખ્યાનને ક્ષમાનું રૂપક દેવાવાળાઆએ આ તથ્ય તરફ ધ્યાન કેમ ન આપ્યું કે – એમની ક્ષમા ક્રોધાદિ કષાયોના અભાવરૂપ પરિણતિનું પરિણામ ન હતું, પરંતુ તેઓ સો અપરાધોને માફ કરવા માટે વચનબદ્ધ હતા. એમના વચનપાલનની દ્રઢતા અને તત્સંબંધી ઘેર્ય તો પ્રશંસનીય છે, પરંતુ એને ઉત્તમક્ષમાનું પ્રતીક કેવી રીતે માની શકાય?
બીજી વાત આ પણ તો છે કે – શું સાચા સમાધારીનો દ્રષ્ટિમાં કોઈ બીજો પણ અપરાધ હોઈ શકે છે? જયારે એણે પ્રથમ અપરાધ માફ જ કરી દીધો, તો આગળનો અપરાધ બીજો કેવી રીતે કહી શકાય? જો એને બીજો કહીએ તો તે પહેલાને ભૂલ્યો છે કયાં? જો પહેલો અપરાધ ક્ષમા કર્યા પછી પણ એને ભૂલી જવામાં ન આવે તો ક્ષમા જ શું કરી?
વસ્તુતઃ વાત એમ છે કે આપણી પરિણતિ તો ક્રોધાદિમય થઈ રહી છે અને શાસ્ત્રોમાં ક્ષમાદિને સારા કહ્યા છે, તેથી આપણે શાસ્ત્રાનુસાર સારા બનવા માટે નહીં પરંતુ સારા દેખાવા માટે કોઈ ક્રોધના રૂપને જ ક્ષમાનું નામ આપી ક્ષમાધારી બનવા માગીએ છીએ.
ક્ષમાભાવનું સર્વોત્કૃષ્ટ ચિત્રણ તો - અરિ–મિત્ર, મહલ–મસાન, કંચન-કાંચ, નિંદન-શ્રુતિકરન, અર્વાવતારન–અસિપ્રહારન મેં સદા સમતા ધરન.૧ આવી સ્થિતિને પ્રાપ્ત સમતાધારી મુનિરાજનું ચિત્ર જ હોઈ શકે છે.
ક્ષમા કાયરતા નથી, ક્ષમા ધારણ કરવી એ કાયરોનું કામ પણ નથી, પરંતુ વીરતા પણ માત્ર બીજાઓને મારવાનું નામ નથી, બીજાઓને જીતવાનું નામ પણ નથી. પોતાની વાસનાઓને, પોતાના કષાયોને મારવા, વિકારોને જીતવા–એ જ સાચી વીરતા છે. યુદ્ધના મેદાનમાં બીજાઓને જીતનારા,