________________
સમાવાણી) ...
૧૬૯ ગઈ છે. ક્ષમાયાચવી કે ક્ષમા કરવી – એ એક એટલું મહાન કાર્ય છે, એટલો પવિત્ર ધર્મ છે કે એ જીવનું જીવન પલટી શકે છે, સાચા સ્વરૂપે ક્ષમા કરવાવાળા અને ક્ષમા માંગવાવાળાનું જીવન પલટાઈ જાય છે. પરંતુ ન માલૂમ આજનો આ બે–પગો આદમી કેવો ભારે ચીકણો ઘડો થઈ ગયો છે કે એના પર પાણી ઠરતું જ નથી. એની “કાળી કામળી પર કોઈ બીજો રંગ ચડતો જ નથી. - મોટાં મોટાં મહા પર્વ આવે છે, મોટા મોટા મહાન સંતો આવે છે, અને એમ જ જતા રહે છે; એમની આના પર કોઈ અસર જ પડતી નથી. આ બરાબર પોતાના સ્થાને જામેલો જ રહે છે. એણે કેટલીયે ક્ષમાવાણી ઊજવી, છતાં હજુ વીસ-વીસ વર્ષ જૂની શત્રુતા જેવી ને તેવી જ કાયમ છે, એમાં જરાય ઓછપ આવી નથી. * ધન્ય છે આની વીરતાને. કહે છે ક્ષમા વીરસ્ય ભૂષણમ્ I અનેક ક્ષમાવાણીઓ વીતી ગઈ, પરંતુ આની વીરતા ન વીતી. હમણાં પણ તાલ ઠોકીને તૈયાર છે – લડવા માટે, મરવા માટે, બીજું તો જવા દો, ક્ષમા માંગવાના મુદ્દા પર પણ લડી શકે છે, ક્ષમા માંગતા–માંગતા લડી શકે છે, ક્ષમા ન માંગવા પર પણ લડી શકે છે, બળજોરીથી ક્ષમા માંગવા ફરજ પણ પાડી શકે છે.
આનામાં કોઈ જાણે કેવું વિચિત્ર સામર્થ્ય પેદા થઈ ગયું કે માફી માગીને પણ અકકડ રહી શકે છે, માફ કરીને પણ માફ ન કરી શકે છે. કોઈ કોઈવાર તો માફી પણ અકડીને માગે છે, અને માફી માગવાનો રૂઆબ પણ બતાવે છે. | મારા એક સહપાઠીની વિચિત્ર આદત હતી. તે ખૂબ ગર્વ સાથે, મોટા ગૌરવથી માફી માગ્યા કરતો હતો અને તરત જ પછી એ જ મુદ્દા પર જીદ કરતો-હઠ પકડતો. તે કહેતો – ભૂલ કરી તો શું થઈ ગયું? માફી પણ તો માગી લીધી છે, હવે કેમ અકડે છે?
એવી રીતે વાત કરતો કે જાણે એણે માફી માગીને ખૂબ મોટો ઉપકાર