Book Title: Dharmna Dash Lakshan
Author(s): Hukamchand Bharilla, Ramniklal M Shah
Publisher: Todarmal Smarak Trust

View full book text
Previous | Next

Page 193
________________ ધર્મનાં દશ લક્ષણ) ૧૬૮ કોણ ક્ષમાપના-પત્ર મોકલે છે ? ક્ષમા કરવા–કરાવવાના સાચા અધિકારી તો તેઓ જ છે, પરંન્તુ એમને કોણ યાદ કરે છે ? મોટા કહેવાતા બહુવ્યવસાયી લોકોની સ્થિતિ તો આથીય વિશેષ વિચિત્ર બની ગઈ છે. એમને ત્યાં એમ યાદી ત્યાર હોય છે. આ યાદી પ્રમાણે લગ્નના નિમંત્રણ પત્રો મોકલવામાં આવે છે; એ જ યાદી પ્રમાણે કર્મચારીગણ ક્ષમાવાણી પત્રો પણ મોકલી આપતા હોય છે. મોકલનારને તો ખબર પણ નથી હોતી કે પોતે કોની–કોની પાસેથી ક્ષમાયાચના કરી છે. આ જ સ્થિતિ એમની પણ હોય છે જેઓને આ પત્રો મળે છે એમના કર્મચારીઓ તે પત્રો પ્રાપ્ત કરી લ્યે છે. કદાચિત કોઈવાર ફુરસદ મળી જાય તો તેઓ પણ નજર નાખી લે છે કે કોના—કોના ક્ષમાવાણી પત્ર આવ્યા છે. એમાં શું લખ્યું કે એ વાંચવાનો પ્રયત્ન તેઓ પણ કરતા નથી. કરે પણ શા માટે ? શું પત્ર લખનારને પણ ખબર છે કે એમા શું લખ્યું છે ? શું એણે એ પત્ર વાંચ્યો છે ? લખવાની વાત તો ઘણી દૂર. બજારમાંથી તૈયાર લખાણવાળાં છાપેલાં કાર્ડ લાવવામાં આવ્યાં હોય છે. સરનામું અવશ્ય લખવું પડે છે. એ પણ જો કોઈ રીતે છાપેલાં તૈયાર મળી જાય તો એ પણ લખવાનું કષ્ટ કોણ ઉઠાવે.? કદાચિત્ એમાં પ્રેસની ભૂળથી ગાળો છપાઈ જાય તોપણ કોઈ ચિંતાની વાત નથી. ચિંતા તો ત્યારે થાય કે જયારે એને કોઈ વાંચે. જયારે એને કોઈ વાંચવાવાળું જ નથી—સૌ એનો કાગળ, છાપકામ, ઉઠાવ ઈત્યાદિ જ દેખતા હોય છે, પછી ચિંતા શી વાતની ? કરે પણ શું ? આજનો માનવી એટલો પ્રવૃત્તિ—મગ્ન થઈ ગયો છે કે એને આ બધું કરવાની ફુરસદ કયાં છે ? પોતે પત્ર લખે પણ તો કેટલાકને ? વ્યવહાર પણ એટલો વધી ગયો છે કે જેનું કોઈ માપ નથી. બસ, બધું આમ જ ચાલ્યા કરે છે. ક્ષમાયાચના કે જે એકદમ વ્યકિતગત વસ્તુ હતી તે આજે બાજરૂ બની

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218