________________
૧૬૦
ધર્મનાં દશ લક્ષણ) અને ભોગ વહેચાશે જ નહીં, સ્પર્શન-ઈન્દ્રિયના વિષયમાં જ અબાધપણે લાગેલો રહેશે.
આ પ્રમાણે જયારે ઉપયોગ આત્મામાં લીન ન હોય ત્યારે વિષયોમાં વહેચાઈ જાય છે. આત્મા તો એક જ છે, ઉપયોગ એમાં સ્થિત હોય ત્યારે વહેંચાવાનો સવાલ જ ઊઠતો નથી. જયારે તે સંજ્ઞી પંચેન્દ્રિય હોય છે ત્યારે બહિર્મુખ ઉપયોગ પંચેન્દ્રિયોના વિષયોમાં વહેંચાઈ જવાથી નબળો પડી જાય છે.
આ સ્થિતિમાં જ્ઞાન વિકસિત થએલું હોવાથી અને ઈન્દ્રિયોના ઉપયોગની શકિત વહેચાએલી હોવાથી આત્મજ્ઞાન થવાની શકિત પ્રગટ થવા પામે છે.
આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે પંચેન્દ્રિયોનાં હોય અને ભોગ–એ બંને પ્રકારના વિષયોના ત્યાગપૂર્વક આત્મલીનતા થવી એ જ વાસ્તવિક અર્થાત્ નિશ્ચયબ્રહ્મચર્ય છે.
અંતરંગ અર્થાત્ નિશ્ચયબ્રહ્મચર્ય પર આટલો ભાર દેવાનું તાત્યર્પ એ નથી કે સ્ત્રી-સેવનાદિના ત્યાગરૂપ બાહ્ય અર્થાત્ વ્યવહારબ્રહ્મચર્ય ઉપેક્ષણીય છે. અહીં નિશ્ચય બ્રહ્મચર્ય નું વિસ્તૃત વિવેચન તો એટલા માટે કર્યુ છે કે – વ્યવહારબ્રહ્મચર્ય થી તો આખુંય જગત પરિચિત છે, પરંતુ નિશ્ચયબ્રહ્મચર્ય પ્રતિ જગતનું ધ્યાન જ નથી.
જીવનમાં બન્નેનો સુમેળ હોવી આવશ્યક છે. જે પ્રમાણે આત્મરણતારૂપનિશ્ચયબ્રહ્મચર્યની ઉપેક્ષા કરીને માત્ર કુશીલાદિ–સેવનના ત્યાગરૂપ વ્યવહારબ્રહ્મચર્ય ને જ બ્રહ્મચર્ય માની લેવાથી ઉકત અનેક આપત્તિ આવી પડે છે, એ જ પ્રમાણે વિષયસેવનના ત્યાગરૂપ વ્યવહાર–બ્રહ્મચર્યની ઉપેક્ષાથી પણ અનેક પ્રશ્નો ઉદ્ભવવા લાગશે.
જેમકે–ઉપદેશાદિમાં પ્રવૃત્ત ભાવલિંગી સંતોને પણ તાત્કાલિક આત્મરણતારૂપ પ્રવૃત્તિના અભાવે બ્રહ્મચારી કહેવા સંભવિત નહીં બને, પછી તો માત્ર હંમેશા જ આત્મલીન કેવળીને જ બ્રહ્મચારી કહી શકાશે. જો આપ એમ કહો કે જયારે તેઓ ઉપદેશાદિ ક્રિયામાં પ્રવૃત્ત હોય ત્યારે પણ એમને જે આત્મરણતારૂપ બ્રહ્મચર્ય છે તેનો ઉપચાર કરીને એમને બ્રહ્મચારી માની લઈશું. તો એ કાંઈક ઠીક જ વાત છે, પરંતુ આત્મરમણતા હોવાથી અવિરત સમ્યગ્દષ્ટિને પણ બ્રહ્મચારી માનવો પડે જે ઉચિત લાગતું