Book Title: Dharmna Dash Lakshan
Author(s): Hukamchand Bharilla, Ramniklal M Shah
Publisher: Todarmal Smarak Trust

View full book text
Previous | Next

Page 189
________________ ૧૬૪ ' ધર્મનાં દશ લક્ષણ) તો દૂર, બનાવીને ખાવાથી પણ મુકત. મને એ વાતનું કાંઈ દુઃખ નથી કે સમાજ એમને કેમ ખવડાવે છે. સમાજની આ ગુણગ્રાહકતા પ્રશંસનીય જ નહીં, અભિનન્દનીય પણ છે. મારો આશય તો આ છે કે જયારે એમની વ્યવસ્થા કોઈ સમાજ નથી કરતી ત્યારે જુઓ એમનો વ્યવહાર. સર્વત્ર એ સમાજની બૂરાઈ કરવાનો જ જાણે એમનો મુખ્ય ધર્મ થઈ પડે છે. સમાજ પ્રેમથી એમનો ભાર ઉઠાવે, આદર કરે – એ ખૂબ સારી વાત છે, પરંતુ બળ જોરીથી સમાજ પર ભાર નાખવો એ શાસ્ત્ર-સંમત નથી. - બ્રહ્મચર્યધર્મ તો એકદમ અંતરની વસ્તુ છે, વ્યકિતગત વસ્તુ છે; પરંતુ એ પણ આજે ઉપાધિ (ડિગ્રી) બની ગઈ છે. બ્રહ્મચર્ય તો આત્મામાં લીનતાનું નામ છે, પરંતુ જયારે પોતાને બ્રહ્મચારી કહેવાવાળા આત્માના નામથી જ ભડકતા હોય તો શું કહીએ? આત્માના અનુભવ વિના તો સમ્યગ્દર્શન પણ થતું નથી; વ્રત તો સમ્યગ્દર્શન પછી જ હોય છે. સ્વસ્ત્રીનો સંગ તો છઠ્ઠી પ્રતિમા સુધી રહે છે, સાતમી પ્રતિમામાં સ્વસ્ત્રીનો સાથ છૂટે છે. અર્થાત્ સ્ત્રી–સેવનના ત્યાગ પહેલાં આત્માના અનુભવરૂપ બ્રહ્મચર્ય હોય છે, પરંતુ એ તરફ કોઈનું ધ્યાન જ નથી. અહીં સમ્યગ્દર્શનના અભાવમાં પણ બાહ્ય બ્રહ્મચર્યનો નિષેધ નથી, એ નિવૃત્તિ માટે ઉપયોગી પણ છે. ગૃહસ્થ સંબંધી ઝંઝટો ન હોવાથી શાસ્ત્રોનાં અધ્યયન-મનન-ચિન્તન માટે પૂરેપૂરો સમય મળે છે. પરંતુ બાહ્ય બ્રહ્મચર્ય લઈને સ્વાધ્યાયાદિમા ન લાગતા માનાદિ ના પોષણ માં લાગે તો એણે બાહ્ય બ્રહ્મચર્ય પણ નથી લીધું, પરંતુ માન લીધું છે, સન્માન લીધું બ્રહ્મચર્યની ચર્ચા કરતાં દશ લક્ષણ પૂજનમાં એક પંકિત આવે છે : સંસારમેં વિષ–બેલ નારી, તજ ગયે યોગીશ્વરા.. આજકાલ જયારે પણ બ્રહ્મચર્યની ચર્ચા ચાલે છે તો દશલક્ષણ પૂજનની આ પંકિત પર ખૂબ ભવાં ચઢી જાય છે – રોષ પ્રગટ થાય છે. એમ કહેવામાં આવે છે કે એમાં નારી–જાતિની નિન્દા કરવામાં આવી છે. જો નારી વિષની વેલ છે તો શું નર અમૃતનું વૃક્ષ છે? નર પણ તો વિષ-વૃક્ષ

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218