________________
ઉત્તમ બ્રહ્મચર્ય) -
૧૬૩ એક વ્યકિતએક સમારોહના અવસર પર પોતાના શ્રદ્ધેય ગુરુની પાસે બ્રહ્મચર્ય લેવા પહોંચ્યો, પરંતુ એમણે મનાઈ કરી. એટલે તે મારા જેવા અન્ય વ્યકિતી ની પાસે ભલામણ કરાવવા માટે આવ્યો. જયારે એને કહેવામાં આવ્યું કે – “ગુરુદેવ હમણાં બ્રહ્મચર્ય દેવા ઈચ્છતા નથી તો ન લો, તેઓ પણ કાંઈક સમજી વિચારીને ના કહેતા હશે.”
" એના દ્વારા સવિનય પ્રાર્થના સહિત ખૂબ આગ્રહ થવાથી જયારે એને કહેવામાં આવ્યું કે – “ભાઈ! સમજાતું નથી કે તમને આટલી અધીરાઈ કેમ થઈ રહી છે? ભલે ને ગુરુદેવ તમને બ્રહ્મચર્યવ્રત ન આપે, પરંતુ તમને બ્રહ્મચર્યપૂર્વક રહેવાથી તો તેઓ રોકી શકતા નથી, તમે બ્રહ્મચર્યપૂર્વક રહો ને, તમને એમાં શું મુસીબત છે? તમને બ્રહ્મચર્યપૂર્વક રહેવામાં તો કોઈ રોકી શકતું નથી.” - આ પછી પણ એને સંતોષ થયો નહીં. એટલે એને કહેવામાં આવ્યું કે – “ હમણાં રહેવા દો, હમણાં છ માસ અભ્યાસ કરો. પછી તમને બ્રહ્મચર્ય અપાવી દઈશું. ઉતાવળ શું છે?”
તો એ એકદમ બોલ્યો – “આવો અવસર ફરીથી કયારે મળે ?”
“કેવો અવસર?” – એમ પૂછવામાં આવતાં કહેવા લાગ્યો – “ આ પંચકલ્યાણક મેળો વારંવાર થોડો જ થવાનો છે.” - હવે આપ જ બતાવો કે એને બ્રહ્મચર્ય જોઈએ છે કે પચાસ હજાર જનતાની વચ્ચે બ્રહ્મચર્ય જોઈએ છે. એને બ્રહ્મચર્યથી નહીં, બ્રહ્મચર્યની જાહેરાત થી પ્રયોજન હતું. એને બ્રહ્મચર્ય નહીં, બ્રહ્મચર્ય ની ઉપાધિ જોઈતી હતી; તે પણ સૌની વચ્ચે જાહેરાત સાથે, જેથી એને સમાજમાં સર્વત્ર સન્માન મળે, એનો પણ ભાવ પૂછાય, પૂજા થવા લાગે.
જેનધર્માનુસાર તો સાતમી બ્રહ્મચર્ય પ્રતિમા સુધી ઘરમાં રેહવાનો અધિકાર છે. એટલું જ નહીં કર્તવ્ય પણ છે. અર્થાત્ બનાવીને ખાવાની જ વાત નથી, કમાઈ ને ખાવાની પણ વાત છે, કેમકે તે હજી પરિગ્રહત્યાગી નથી થયો, આરંભત્યાગી પણ નથી થયો. એને તો ચાદર ઓઢવાની પણ જરૂર નથી; એ તો ધોતિયું, ખમીસ, પાઘડી ઈત્યાદિ પહેરવાનો અધિકારી છે; શાસ્ત્રોમાં કયાંય પણ આનો નિષેધ નથી.
પરંતુ બ્રહ્મચર્ય પ્રતિમા તો દૂર, પહેલી પણ પ્રતિમા ન હોય; માત્ર બ્રહ્મચર્ય લીધું. ચાદર ઓઢી અને ચાલી નીકળ્યા કમાઈ ને ખાવાની વાત