________________
૧૫૨.
' ધર્મનાં દશ લક્ષણ) આત્મલીનતા થાય નહીં ત્યાં લગી પંચેન્દ્રિયના વિષયો પ્રતિ પ્રવૃત્તિનો થંભાવ સંભવિત નથી.
આ પ્રમાણે પંચેન્દ્રિયના વિષયો પ્રતિ પ્રવૃત્તિની નિવૃત્તિ એ નાસ્તિથી બ્રહ્મચર્ય છે, તો આત્મલીનતા આસ્તિ થી. જો કોઈ કહે કે શાસ્ત્રો પણ કામભોગ ના ત્યાગ ને જ બ્રહ્મચર્ય બતાવેલ છે. અમે પણ એમ જ માનીએ છીએ, એમાં અમારી શું ભૂલ છે.?
તો સાંભળો ! શાસ્ત્રોમાં કામભોગના ત્યાગને બ્રહ્મચર્ય કહ્યું છે તે બરાબર જ કહ્યું છે. પરંતુ કામભોગનો અર્થ માત્ર સ્પર્શેન્દ્રિયનો જ ભોગ લેવો – એવું કયાં કહ્યું છે? સમયસારની ચોથી ગાથાની ટીકા કરતાં આચાર્ય જયસેને સ્પર્શ અને રસના ઈન્દ્રિયના વિષયોને કામ માન્યા છે અને ઘાણ, ચક્ષુ અને કર્ણ ઈન્દ્રિયના વિષયોને ભોગ માન્યા છે. આ પ્રમાણે એમણે કામ અને ભોગમાં પાંચેય ઈન્દ્રિયોના વિષયોને આવરી લીધા છે. પરંતુ આપણે આ અર્થને કયાં માનીએ છીએ? આપણે તો કામ અને ભોગને એકાર્યવાચી માની લીધા છે અને એનો પણ અર્થ એક ક્રિયાવિશેષ (મૈથુન) થી સંબંધિત કરી સીમિત કરી દીધેલ છે. માત્ર એમ ક્રિયાવિશેષને છોડીને પાંચેય ઈદ્રિયોના વિષયોને યથેચ્છ ભરપૂર ભોગવવા છતાં પણ પોતાને બ્રહ્મચારી માની બેઠા છીએ !
જયારે આચાર્યોએ કામ અને ભોગની વિરુદ્ધ દેશના કરી તો એમનો આશય પાંચેય ઈદ્રિયોના વિષય-ત્યાગનો હતો, માત્ર મૈથુનક્રિયાના ત્યાગ પૂરતો નહીં. આજે પણ જો કોઈ ને બ્રહ્મચર્ય વ્રત આપવામાં આવે છે તો તેની સાથે પાંચેય પાપોની નિવૃત્તિ કરવામાં આવે છે; સાદું ખાન-પાન, સાદી રહેણી-કરણી રાખવાની પ્રેરણા આપવામાં આવે છે; સર્વ પ્રકારના શૃંગારોનો ત્યાગ કરાવવામાં આવે છે. અભક્ષ્ય અને ગરિષ્ઠ ભોજનનો ત્યાગ ઈત્યાદિ બાબતો પંચેન્દ્રિયોના વિષયોના ત્યાગ પ્રતિ જ સંકેત કરે છે.
આચાર્ય ઉમાસ્વામીએ તત્વાર્થસૂત્રમાં બ્રહ્મચર્યવ્રતની ભાવનાઓ અને તેના અતિચારોની ચર્ચા કરતાં લખ્યું છે :
स्त्रीरागकथाश्रवणतन्मनोहरांगनिरीक्षणपूर्वरतानुस्मरणवृष्येष्टશરીરWIRી પંચાધ્યાય ૭ સૂત્ર ૭TI ,
આમાં શ્રવણ, નિરીક્ષણ, સ્મરણ, રસસ્વાદ, શૃંગાર, અનંગકીડા ઈત્યાદિ બ્રહ્મચર્યનાં ઘાતક કહેલા છે.