________________
ઉત્તમ બ્રહ્મચર્ય)
૧૫૫
ચાર ઈંદ્રિયો છે ખંડ–ખંડ, અને સ્પર્શન-ઈંદ્રિય છે અખંડ કેમકે આત્માના પ્રદેશોનો આકાર અને સ્પર્શન-ઈંદ્રિયનો આકાર સરખો અને એક જેવો છે, જયારે અન્ય ઈંદ્રિયોની સાથે નથી. અખંડ પદની પ્રાપ્તિ માટે અખંડ ઈંદ્રિયને જીતવી આવશ્યક છે.
જેટલા ક્ષેત્રનું સ્વામિત્વ કે પ્રતિનિધિત્વ પ્રાપ્ત કરવું હોય એટલા ક્ષેત્રને જીતવું જોઈએ; આપણે જીતીએ રાજસ્થાનને અને માલિક બની જઈએ આખાય હિંદુસ્તાનના – એમ બની શકે નહીં. આપણે ચૂંટણી લડીએ નગરપાલિકાની અને બની જઈએ ભારતના પ્રધાનમંત્રી– એમ પણ બની શકે નહીં. ભારતના પ્રધાનમંત્રી બનવું હોય તો લોકસભાની ચૂંટણી લડવી જોઈએ અને સમસ્ત ભારતમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓની બહુમતી પ્રાપ્ત કરવી જોઈએ. એ જ પ્રમાણે એમ પણ બની શકે નહી કે આપણે જીતીએ ખંડ ઈન્દ્રિયોને અને પ્રાપ્ત કરી લઈએ અખંડ પદને. અખંડ પદને પ્રાપ્ત કરવા માટે જેમાં પાંચેય ઈન્દ્રિયો ગર્ભિત છે એવી અખંડ સ્પર્શન–ઇન્દ્રિયને જીતવી જોઈએ.
આ કારણે જ આચાર્યોએ મુખ્યપણે સ્પર્શન–ઇન્દ્રિયને જીતવાને બ્રહ્મચર્ય કહ્યું છે.
રસનાદિ ચાર ઈન્દ્રિયો ન હોય તો પણ સાંસારિક જીવન ચાલી શકે છે, પરંતુ સ્પર્શન-ઈન્દ્રિય વિના નહીં, આંખો ફૂટેલી હોય, કાનથી કાંઈ સંભળાતું ન હોય, તોપણ જીવન જીવવામાં કાંઈ હરકત પડતી નથી, પરંતુ સ્પર્શન–ઇન્દ્રિય વિના તો સાંસારિક જીવનની કલ્પના પણ સંભવિત નથી.
આંખ—કાન–નાકના વિષયોનું સેવન તો કોઈ કોઈ વાર હોય છે, પરંતુ સ્પર્શનનું તો નિરંતર ચાલુ જ છે. દુર્ગંધ આવે તો નાક બંધ કરી શકાય છે, ભારે અવાજના પ્રસંગમાં કાન પણ બંધ કરી શકાય છે, આંખો પણ બંધ કરવી સંભવિત છે. આ પ્રમાણે આંખ—કાન—નાક બંધ કરી શકાય છે, પરંતુ સ્પર્શનમાં શું બંધ કરીએ ? એ તો ઠંડી–ગરમી, લૂખું–ચીકણું, કઠોર–નરમનો અનુભવ કર્યા જ કરે છે.
રસનાનો આનંદ ખાતી વખતે જ આવે છે. એ જ પ્રમાણે નાકનો સૂંઘતી વખતે, ચક્ષુનો દેખતી વખતે, તથા કર્ણનો મધુર વાણી સાંભળતી વખતે જ યોગ બને છે; પરંતુ સ્પર્શનનો વિષય તો ચાલુ જ
છે.
તેથી સ્પર્શન—ઇન્દ્રિય ક્ષેત્રથી તો અખંડ છે જ, કાળથી પણ અખંડ