________________
ઉત્તમ બ્રહ્મચર્ય) .
૧૫૭ એમ લાગે છે કે જ્ઞાન (ઇન્દ્રિયજ્ઞાન) તે કાંઈ બ્રહ્મચર્યમાં બાધક હોઈ શકે ? પરંત તે એમ વિચાર નથી કરતું કે આત્મા તો અતીન્દ્રિય મહાપદાર્થ છે, તે ઈન્દ્રિયના માધ્યમ દ્વારા કેવી રીતે જાણવા માં આવી શકે? સ્પર્શ ઈન્દ્રિયના માધ્યમથી તો સ્પર્શવાન પુદ્ગલ ગ્રહણમાં આવે છે, આત્મા તો સ્પર્શગુણથી રહિત છે. એ જ પ્રમાણે રસનાનો વિષય તો છે રસ અને આત્મા છે અરસ, નાકનો વિષય તો છે ગંધ અને આત્મા છે અગંધ, ચક્ષુનો વિષય છે રૂપ અને આત્મા છે અરૂપી, કાનનો વિષય છે શબ્દ અને આત્મા છે શબ્દાતીત, મનનો વિષય છે વિકલ્પ અને આત્મા છે નિર્વિકલ્પ – આ પ્રમાણે બધી જ ઈન્દ્રિયો અને અનિંદ્રિય (મન) તો સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ અને વિકલ્પનાં ગ્રાહક છે અને આત્મા અસ્પર્શી, અરસ, અગંધ, અરૂપી, અશબ્દ અને વિકલ્પાપીત છે. | તેથી ઈન્દ્રિયાતીત–વિકલ્પાતીત આત્માને પકડવામાં ગ્રહવામાં ઈન્દ્રિયો અને મન અનુપયોગી જ નહીં, બાધક પણ છે, ઘાતક છે; કેમકે જયાં લગી આ આત્મા ઈન્દ્રિયો અને મન દ્વારા જ જાણવા–દેખવાની પ્રવૃત્તિ કરશે ત્યાં લગી આત્મદર્શન નહી થાય. જો આત્મદર્શન જ ન થાય તો આત્મલીનતાનો સવાલ જ ઉત્પન્ન થતો નથી. - ઈન્દ્રિયોનું પ્રવર્તન બહિર્મુખ છે અને આત્મા અન્તર્મુખ વૃત્તિથી પકડવામાં આવે છે.
કવિવર ઘાનતરાયજીએ દશલક્ષણ પૂજનમાં પણ કહ્યું છે – “બ્રહ્મભાવ અંતર લખો.”
જો બ્રહ્મસ્વરૂપ આત્માને જોવો છે તો અંતરમાં જુઓ, આત્મા અંતરમાં જોવાથી અનુભવાય છે, કેમકે તે છે પણ અંતરંગમાં જ.
ઈન્દ્રિયોની વૃત્તિ બહિર્મુખ છે, કેમકે તો પોતાને નહીં, પરને જાણવા-દેખાવામાં નિમિત્ત છે, બધી જ ઈન્દ્રિયોનાં દ્વાર બહારની બાજું જ ઊઘડે છે, અંદર નહીં. આંખથી આંખ દેખાતી નથી, આંખની અંદર શું છે એ પણ દેખાતું નથી, પરંત બહાર શું છે તે દેખાય છે. એ જ પ્રમાણે રસના પણ અંદરનો સ્વાદ નથી લેતી, પરંતુ બહારથી પ્રાપ્ત પદાર્થોને ચાખે છે. નાક પણ શું અંદરની દુર્ગધ સુંઘી શકે છે? જયારે એ જ દુર્ગધ કોઈ પ્રકારે બહાર નીકળી નાકથી સ્પર્શાય છે ત્યારે નાક અને ગ્રહણ કરે છે. કાન પણ બહારનું જ સાંભળે છે. સ્પર્શન પણ માત્ર બહારની ઠંડી-ગરમી ઈત્યાદિ