________________
*
૮૧
| ઉત્તમસંયમ)
સમ્યગ્દર્શનસહિત સંયમ અર્થાત્ ઉત્તમસંયમ જ છે. સંયમ ધારણ કર્યા વિના તીર્થકરોને પણ મોક્ષ પ્રાપ્ત થતો નથી.
કહ્યું પણ છેઃજિસ બિના નહીં જિનરાજ સીઝે, તૂ રૂલ્યો જગ કીચમે,
ઈક ઘરી મત વિસરો કરો નિત, આયુ જમ મુખ બીચમેં. ૨ - નિરંતર મોતની આશંકાથી ધેરાએલા માનવીને કવિ પ્રેરણા આપે છે કે સંયમને એક ઘડી પણ ભૂલો નહી (સંયમ વિણ ઘડિ એકહુ ને જાઈ), કેમકે આ આખુંય વિશ્વ સંયમ વિના જ સંસારના કીચડમાં ફસાઈ ગયું છે. સંસાર-સાગરથી પાર ઉતારનાર એકમાત્ર સંયમ જ છે.
સંયમ એક બહુમૂલ્ય રત્ન છે. એને લૂંટવા માટે પંચેન્દ્રિયોના વિષય–કષાયરૂપી ચોર નિરંતર ચારે બાજુ આંટા-ફેરા મારી રહ્યા છે.
તેથી કવિ સચેત કરતાં કહે છે :“સંયમ રતન સંભાલ, વિષય ચોર ચહું ફિરત હૈ'૧ આગળ કહે છે :ઉત્તમ સંજમ ગહ મન મેરે, ભવ-ભવકે ભાજૈ અઘ તેરે, સુરગ નરક પશુગતિમે નાહી, આલસ હરન કરન સુખ ઠાહીં. ૨
અહીં આપણા મનને સમજાવતાં કહ્યું છે કે હે મન ! ઉત્તમસંયમને ધારણ કર; તેથી તારાં ભવોભવના બાંધેલા પાપ દૂર થશે, નાશ પામશે. આ સંયમ સ્વર્ગ અને નરકમાં તો છે જ નહી, વળી પૂર્ણ સંયમ તો તિર્યંચગતિમાં પણ નથી. એકમાત્ર મનુષ્યભવ જ એવો છે જેમાં સંયમ ધારણ કરી શકાય
| મનુષ્ય-જન્મની સાર્થકતા સંયમ ધારણ કરવામાં જ છે. કહેવાય છે કે દેવો પણ આ સંયમ માટે તરસે છે. જે સંયમ માટે દેવો પણ તરસતા હોય અને જેના વિના તીર્થકર પણ ન તરે, એ સંયમ કેવો હશે? એ બાબતમાં આપણે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. એને માત્ર બે ચાર દિવસ ભૂખ્યા રહેવામાં અને કેશલોચ કરવામાત્ર પૂરતો મર્યાદિત માની શકાય નહીં.
સંયમ બે પ્રકારનો હોય છે – (૧) પ્રાણી સંયમ અને (ર) ઈન્દ્રિય સંયમ