________________
૧૨૭
ઉત્તમ ત્યાગ) -
सत्पात्रेषु यथाशक्ति दानं देंय गृहस्थितैः।
નદીના મવેત્તેષાં, નિનૈવ મૃદરતા ૩૧ાા'
ગૃહસ્થ શ્રાવકોએ શકિત અનુસાર ઉત્તમ પાત્રોને દાન અવશ્ય આપવું જોઈએ, કેમકે વિના દાન એમનો ગૃહસ્થાશ્રમ નિષ્ફળ જ થાય છે.
ઉખળિયા (વધેલી એંઠી વસ્તુ–ભાત આદિ) પ્રાપ્ત થતાં કાગડો પણ એને એકલો નથી ખાતો, બબ્બે અન્ય કાગડાઓને બોલાવીને ખાય છે. તેથી જો પ્રાપ્ત ધનનો ઉપયોગ ધાર્મિક અને સામાજિક કાર્યોમાં જ કરતાં એને એકલા પોતાના ભોગ માટે જ વાપરશો તો આ માનવી કાગડાથી પણ હલકો માનવામાં આવશે.
અહીં જે વાત કહેવામાં આવે છે તે દાનની હીનતા કે નિષેધરૂપ નથી. પરંતુ ત્યાગ અને દાનમાં શું ફરક છે એ સ્પષ્ટ કરવામાં આવી રહ્યું છે.
દાનની એ આવશ્યક શરત છે કે જે આપવું છે, જેટલું આપવું છે, તે ઓછામાં ઓછું દેનારની પાસે અવશ્ય હોવું જોઈએ, અન્યથા એ આપે શું? અને કયાંથી આપે? પરંતુ ત્યાગમાં એમ નથી. જે વસ્તુ આપણી પાસે નથી એનો પણ ત્યાગ થઈકે છે. એને હું પ્રાપ્ત કરવાનો ઉદ્યમ ન કરૂં, સહજ પ્રાપ્ત થઈ જવા છતાં પણ ન લઉ – આ પ્રકારે ત્યાગ કરવામાં આવે છે. વસ્તુત: આ એ વસ્તુનો ત્યાગ નથી, તેના પ્રતિ થવાવાળા કે સંભવિત રાગનો ત્યાગ છે.
લખપતિ વંધારેમાં વધારે લાખનું જ દાન આપી શકે છે, પરંતુ ત્યાગ તો ત્રણેય લોકની સંપત્તિનો પણ થઈ શકે છે. પરિગ્રહ–પરિમાણવ્રતમાં એક નિશ્ચિત મર્યાદા સુધસ પરિગ્રહ રાખીને અન્ય સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરવામાં આવે છે. તે મર્યાદા – પોતાની પાસે હોય તેનાથી પણ વધારે હોઈ શકે છે. જેમકે જેની પાસે દશ હજારનો પરિગ્રહ છે, તે એક લાખનું પણ પરિગ્રહ પરિમાણ કરી શકે છે. એમ હોવા છતાં તે ત્યાગી છે; પરંતુ પોતાની પાસે રાખવાની કોઈ મર્યાદા નકકી કર્યા વિના કરોડોનું પણ દાન આપે તોપણ ત્યાગી ન માની શકાય.
દાન કમાણી પર પ્રતિબંધ નથી લગાવતું, આપ યથેચ્છ કમાઓ; પરંતુ ત્યાગમાં ભલે આપણે કાંઈ ન દઈએ, કાંઈ ન છોડીએ; પરંતુ એ
૧. પદ્મનંદી પંચવિંશતિકા : ઉપાસક સંસ્કાર શ્લોક ૩૧.