________________
૧૨૫
ઉત્તમ ત્યાગ)
આ પ્રમાણે કે જ્ઞાનદાન અર્થાત્ સમજાવું; સમજાવવાનો ભાવ પણ શુભભાવ હોવાથી પુણ્યબંધનું કારણ છે. તેથી સમજાવનારને પુણ્યનો લાભ અર્થાત પુણ્યબંધ જ થાય છે, જયારે સમજનારને જ્ઞાનલભ પ્રાપ્ત થાય છે. લાભની દ્રષ્ટિએ જ્ઞાનદાન લેવાવાળાને ફાયદો થયો.
અહીં કોઈ એમ કહી શકે કે આપ તો નકામી જે પૈસાનું દાન દેનાર અને લેનારની આલોચના કરો છો. જો એમ ન હોય તો સંસ્થાઓ ચાલે કેવી રીતે? . ' અરે ભાઈ! હું એમની બુરાઈ નથી કરતો, પરંતુ દાનનું સાચું સ્વરૂપ નહીં સમજવાના કારણે દાન આપીને પણ જેઓ દાનનો પૂરેપૂરો લાભ પ્રાપ્ત કરતા નથી એમના હિતને લક્ષમાં રાખી એનું સાચું સ્વરૂપ દર્શાવું છું, જે જાણીને તેઓ વાસ્તવિક લાભ મેળવી શકે. હવે રહી વાત સંસ્થાઓની, પણ આપ એમની બિલકુલ ફિકર ન કરો. જો જનતા દાનના સાચા સ્વરૂપને સમજશે તો આ ધાર્મિક સંસ્થાઓ બંધ નહીં પડે, બેગણી–ચારગણી ચાલશે. દાન પણ માનના હેતુથી હમણાં જેટલું આપે છે એનાથી અધિક . બેગણું–ચારગણું પ્રાપ્ત થશે. હા, ધર્મના નામે ધંધા કરનારી નકલી સંસ્થાઓ અવશ્ય બંધ થઈ જશે. તે એ તો બંધ થવી જ જોઈએ.
સંકલેશ પરિણામોથી આપવામાં આવેલું દાન–ફાળો દાન કહી શકાય નહીં. દાન તો ઉત્સાહપૂર્વક વિશુદ્ધભાવોથી આપવામાં આવે છે. દાનના ફળ નું નિરૂપણ કરતાં કહ્યું છે કે –
દાન દેય મન હરષ વિશેખે, ઈસ ભવ જસ પરભવ સુખ દેખે.” • અહીં દાનનું ફળ આ ભવમાં યશ અને આગામી ભવમાં સુખની પ્રાપ્તિ લખ્યું છે, મોક્ષની પ્રાપ્તિ નથી લખ્યું. તથા દાન આપવાની સાથે “ વિશેષ હર્ષની શરત પણ રાખી છે. ઉત્સાહપૂર્વક વિશેષ પ્રસન્નનતાની સાથે આપવામાં આવેલું દાન જ ફળદાયી બને છે, કોઈના દબાણથી કે યશાદિનાલોભથી આપવામાં આવેલું દાન વાંછિત ફળ આપતું નથી.
યોગ્ય પાત્ર દેખીને દાતાને એવી પ્રસન્નતા થવી જોઈએ જેવી ગ્રાહકને જોઈને દુકારદારને થાય છે. સંકલેશ પરિણામ પૂર્વક ઉત્સાહ વિના આપવામાં આવેલા દાનથી ધર્મ તો અતિ દૂર, પુણ્ય પણ નથી થતું.
૧. કવિવર ધાનતરાય : સોલહકારણ પૂજા, જયમાલા.