________________
૧૦)
'ઉત્તમ આચિન્ય
જ્ઞાનાનંદસ્વભાવી આત્મા સિવાય કિંચિત્માત્ર પણ પર પદાર્થ તથા પરના લક્ષ્ય આત્માનાં ઉત્પન્ન થતા મોહ–રાગ-દ્વેષના ભાવ આત્માના નથી એમ જાણવું, માનવું અને જ્ઞાનાનંદસ્વભાવી આત્માના આશ્રયે એ સર્વથી નિવૃત્ત થવું, એમને છોડવા એ જ ઉત્તમ આકિંચ ધર્મ છે.
આકિંચન્ય અને બ્રહ્મચર્યને દશધર્મોના સારરૂપ અને ચારગતિનાં દુઃખોમાંથી ઉગારીને મુકિતમાં લઈ જવાવાળા મહાન ધર્મ કહેવામાં આવ્યા છે, જેમકે –
આર્કિંચન, બ્રહ્મચર્ય ધર્મ દશ સાર હૈ, ચહેંગતિ દુઃખતૈ કાઢિ મુકતિ કરતાર હૈ,''
વસ્તુતઃ આર્કિંચન્ય અને બ્રહ્મચર્ય એક સિકકાની બે બાજુ છે. જ્ઞાનાનંદ–સ્વભાવી આત્માને જ પોતાનો માનવો, જાણવો અને એમાં જ જામી જવું, રમી જવું, સમાઈ જવું, લીન થઈ જવું–એ બ્રહ્મચર્ય છે અને એનાથી ભિન પર પદાર્થો અને એમના લક્ષ્ય ઉત્પન્ન થતા ચિદ્વિકારોને પોતાના ન માનવા, ન જાણવા અને એમાં વ્યસ્ત ન થવું- એ જ આર્કિંચન્યા
જો સ્વલીનતા એ બ્રહ્મચર્ય છે તો પરમાં એકત્વબુદ્ધિ અને લીનતાનો અભાવ એ આર્કિંગન્ય છે. તેથી, જેને અસ્તિથી બ્રહ્મચર્યધર્મ કહેવામાં આવે છે એને જ નાસ્તિથી આર્કિંચન્ય ધર્મ કહ્યો છે. આ પ્રમાણે સ્વની અતિ બ્રહ્મચર્ય છે અને પરની નાસ્તિ આર્કિંચન્ય.
બ્રહ્મચર્યધર્મની ચર્ચા તો સ્વતંત્રપણે કરવામાં આવશે જ, અહીં તો હમણાં આકિંચન્યધર્મના સંબંધમાં વિચાર કરીએ.
જે પ્રમાણે ક્ષમાનો વિરોધી ક્રોધ, માર્દવનો વિરોધી માન છે; એ જ પ્રમાણે આકિંચન્યધર્મનો વિરોધી પરિગ્રહ છે, અર્થાત્ આકિંચન્યના અભાવને પરિગ્રહ વા પરિગ્રહના અભાવને આકિંચજધર્મ કહેવામાં આવે છે. તેથી
૧. દશલક્ષણ પૂજન, સ્થાપના.