________________
ઉત્તમ આકિંચન્ય)
૧૪૫ નથી. આમ કહીને હું એમ કહેવા માગતો નથી કે આજના જેનો અપરિગ્રહી છે. પરંતુ વાત એમ છે કે પુણ્યોદય વડે પ્રાપ્ત થતા અનુકૂળ સંયોગોને લક્ષ્યમાં રાખીને જ આ આક્ષેપ કરવામાં આવે છે, કષાયચક્રરૂપ અંતરંગ પરિગ્રહને લક્ષ્ય રાખીને નહીં; કેમકે કષાયચક્રરૂપ અંતરંગ પરિગ્રહોમાં તો જેતરો પણ જેનાથી પાછળ નથી.
બાહ્ય વિભૂતિ પણ જૈનોની પાસે જેટલી દુનિયા માને છે એટલી નથી. દેખાય અધિક હોવાથી દુનિયાને એવું લાગે છે. જો છે પણ; તો તે સદાચારરૂપ જીવનના કારણે છે, સપ્તવ્યસનાદિનો અભાવ હોવાથી સહજ સંપન્નતા દેખાઈ આવે છે. જે દિવસે જૈન સમાજમાંથી સદાચાર સમાપ્ત થઈ જશે તે દિવસે એની પણ એ જ દશા થશે જે વ્યસની સમાજની હોય છે.
એક વાત આ પણ વિચારણીય છે કે ધર્મની દ્રષ્ટિથી ગૃહસ્થાવસ્થામાં સાચા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જેની પણ ચક્રવર્તી થઈ શકે છે, થયા પણ છે. ભરત-ચક્રવર્તી આદિના જૈનત્વમાં શંકા કરી શકાય તેમ નથી. ચક્રવર્તીથી અધિક પરિગ્રહ તો આજના જૈનો પાસે થઈ ગયો નથી. આમ કહીને હું જૈનોને બાહ્ય પરિગ્રહ મેળવવો જોઈએ એ વાતની પુષ્ટિ કરવા માગતો નથી; બલ્ક એ કહેવા ઈચ્છું છું કે જેનધર્મ અનુસાર તેઓ અપરિગ્રહના સિદ્ધાંતનું કયાં સુધી ઉલ્લંઘન કરી રહ્યા છે એ વાત પણ વિચારવા યોગ્ય છે.
જૈન ધર્મમાં અપરિગ્રહના સિદ્ધાંતને પ્રાયોગિકરૂપ આપવા માટે કેટલીક ભૂમિકાઓ નિશ્ચિત છે. કયી ભૂમિકાનો જૈન કેટલા પરિગ્રહનો ત્યાગ કરે છે એનું વિસ્તૃત વર્ણન મુનિ અને શ્રાવકોના આચારનું વર્ણન કરનારા ચરણાનુયોગના ગ્રંથોમાં વિસ્તારપૂર્વક કરવામાં આવ્યું છે. તદનુસાર મુનિરાજને જયારે રંચમાત્ર પણ બાહ્ય પરિગ્રહ હોતો નથી તો અણુવ્રતી ગૃહસ્થ પોતાની શકિત અને આવશ્યકતા અનુસાર બાહ્ય પરિગ્રહને પરિમિત કરી લે છે. અવંતી ગૃહસ્થ પણ અન્યાય વડે ધનોપાર્જન નથી કરતો તો પણ એને પરિગ્રહની કોઈ મર્યાદા નિશ્ચિત કરવામાં આવી નથી, એમાં ચક્રવર્તી પણ હોય છે.
આ પ્રમાણે જૈનોમાં અનેક ભેદ પડે છે. જો જૈન મુનિ સૂતરના એક તાંતણ જેટલો પણ પરિગ્રહ રાખે તો તે મુનિ નથી અને અવ્રતી શ્રાવકછ ખંડની વિભૂતિનો માલિક હોય તો પણ એના કારણે એના જૈનત્વમાં કોઈ ક્ષતિ આવતી નથી, કેમકે તે ક્ષાયિક સમ્યદ્રષ્ટિ પણ હોઈ શકે છે.