________________
ઉત્તમ આર્કિચન્ય) .
૧૪૩ માની રાખ્યાં છે. એ એનાં બન્યા છે જ કયારે? આ અજ્ઞાની જીવ પોતાના અજ્ઞાવનશ પોતાને એમનો સ્વામી માને છે, પરંતુ એમણે એના સ્વામિત્વનો સ્વીકાર જ કયાં કર્યો છે? એમણે આને પોતાનો સ્વામી કયારે માન્યો?
આ જીવ બહુ અભિમાનથી કહે છે કે મેં આ મકાન પચીસ હજારમાં કાઢી નાખ્યું. પરંતુ વિચાર તો કરો કે એણે મકાનને કાઢયું છે કે મકાને એને? મકાન તો હજ પણ પોતાના સ્થાન પર સ્થિત છે. સ્થાન તો એણે જ બદલ્યું છે.
મકાનાદિ પર પદાર્થોને પોતાના માનવા એ મિથ્યાત્વ નામનો અંતરંગ પરિગ્રહ છે. અને એના પર રાગ-દ્વેષાદિ કરવા–એ ક્રોધાદિરૂપ અંતરંગ પરિગ્રહ છે; મકાનાદિ બહિરંગ પરિગ્રહ છે. પરપદાર્થો ને માત્ર પોતાના માનવાનું છોડવાથી બહિરંગ, પરિગ્રહ છૂટતો નથી, પરંતુ એને પોતાના માનવાનું છોડવાની સાથે એમના પ્રતિ રાગાદિ છોડવાથી છૂટે છે.
પરંતુ આ પરિગ્રહી વણિક સમાજે અપરિગ્રહી જૈનધર્મમાં પણ માર્ગ કાઢી લીધા છે. જે પ્રમાણે સમસ્ત ધનનો માલિક અને નિયામક સ્વયં હોવા છતાં પણ રાજયના નિયમોથી બચવા માટે આજે એણે અનેક ઉપાયો શોધી કાઢયા છે – બીજી વ્યકિતઓનાં નામ પર સંપત્તિ બતાવવી, બનાવટી સંસ્થાઓ ઊભી કરી દેવી ઈત્યાદિ. તે જ પ્રમાણે ધર્મક્ષેત્રમાં પણ આ બધું દેખાવા લાગ્યું છે – શરીર પર તાંતણો પણ નહીં રાખનારા નગ્ન દિગંબરોને જયારે અનેક સંસ્થાઓ, મંદિરો, મઠો, બસો ઈત્યાદિનું રૂચિપૂર્વક સક્રિય સંચાલન કરતા જોઈએ છીએ તો શરમથી માથું ઝુકી જાય છે.
જયારે સાક્ષાત્ જોઈએ છીએ કે એમની મરજી વિના બસ એક ડગલું પણ ચાલી શકે નહીં તો કેવી રીતે સમજમાં ઊતરે કે એનાથી એમને કાંઈ સંબંધ નથી. ફરી-ફરીને વાત ત્યાં જ સ્થિર થાય છે કે – અંતરંગ પરિગ્રહ ત્યાગ્યા વિના જો બાહ્ય પરિગ્રહ છોડવા માં આવે તો આવું જ બનશે, કેમકે અંતરંગ પરિગ્રહ ના ત્યાગ વિના બહિરંગ પરિગ્રહનો પણ વાસ્તવિક ત્યાગ બની શકતો નથી. તેમ છતાં શાસ્ત્રોમાં નવમી ઐયવેયક સુધી જવાવાળા જે દ્રવ્યલિંગી મિથ્યાદૃષ્ટિ મુનિરાજોની ચર્ચા છે એમને તો તિલ-તુષમાત્ર બાહ્ય પરિગ્રહ અને એના પ્રત્યેની પ્રીતિ દેખવામાં આવતાં નથી. અંતર્દષ્ટિ થયા વિના એમના દ્રવ્યલિંગ–ની ખબર પડવી અસંભવિત જેવું જ છે.