________________
ઉત્તમ આર્કિંચન્ય)
૧૩૩ ઘોર પાપોનું મૂળ મિથ્યાત્વ પણ એક પરિગ્રહ છે; એક નહીં, બબ્બે પ્રથમ નંબરનો (પ્રધાન) પરિગ્રહ છે, જે છૂટ્યા વિના અન્ય પરિગ્રહ છૂટી જ શકતા નથી – આ વાત પ્રત્યે પણ કેટલાનું ધ્યાન છે ? હોય તો મિથ્યાત્વનો અભાવ કર્યા વિના જ અપરિગ્રહી બનવાનો પ્રયત્ન કરવામાં ન આવત.. - પરિગ્રહ સૌથી મોટું પાપ છે અને આકિંચન્ય સૌથી મોટો ધર્મ, જગતમાં જેટલી પણ હિંસા, જૂઠ, ચોરી, કુશીલ પ્રવૃત્તિઓ જોવામાં આવે છે એ સર્વના મૂળમાં પરિગ્રહ છે. જયારે મોહ–રાગ-દ્વેષાદિ સર્વ વિકારી ભાવો પરિગ્રહ છે તો પછી એવું કયું પાપ બાકી રહી જાય છે જે પરિગ્રહની સીમામાં ન આવતું હોય? ' મોહ–રાગ-દ્વેષ ભાવોની ઉત્પત્તિનું નામ જ હિંસા છે. કહ્યું પણ છે
કે –
अप्रादुर्भावः खलु रागादीनां भवत्यहिंसेति। तेषामेवोत्पत्तिहिंसेति जिनागमस्य संक्षेपः।।'
રાગ-દ્વેષ–મોહાદિ વિકારી ભાવોની ઉત્પત્તિ જ હિંસા છે અને એ ભાવોની ઉત્પત્તિ ન થવી એ જ અહિંસા છે.
જૂઠ, ચોરી, કુશીલમાં પણ રોગ-દ્વેષ-મોહ જ કામ કરે છે. તેથી રાગ-દ્વેષ–મોહસ્વરૂપ હોવાથી પરિગ્રહ સૌથી મોટું પાપ છે. - ક્ષમા તો ક્રોધના અભાવનું નામ છે. એ પ્રમાણે માર્દવ માનના, આર્જવા માયાન તથા શૌચ લોભના અભાવનું નામ છે. પરંતુ આર્કિંચન્યધર્મ-ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુવેદ, નપુંસકવેદ – એ બધા જ કષાયોના અભાવનું નામ છે. તેથી આકિંચ સૌથી મોટો ધર્મ છે. - આજ તો બાહ્ય પરિગ્રહમાં પણ માત્ર રૂપિયા-પૈસાને જ પરિગ્રહ માનવામાં આવે છે; ધનધાન્યાદિ પ્રત્યે કોઈનું ધ્યાન જ જતું નથી. કોઈપણ પરિગ્રહ–પરિમાણવ્રતધારી અણુવતીને પૂછો કે આપના પરિગ્રહનું પરિમાણ શું છે ? તો તરત જ રૂપિયા-પૈસામાં જવાબ દેશે. કહેશે કે– “દશ હજાર કે વીસ હજાર” “અને...?” એમ પૂછશો તો કહેશે –
૧. આચાર્ય અમૃતચંદ્રઃ પુરુષાર્થસિદ્ધયુપાય, છંદ ૪૪