________________
૧૩૧
ઉત્તમ આકિંચન્ય) આકિંચન્યનું બીજું નામ અપરિગ્રહ પણ હોઈ શકે છે. જે પરિગ્રહના ત્યાગ વડે આકિંચ ધર્મ પ્રગટ થાય છે. તેને પહેલાં સમજવો આવશ્યક છે.
પરિગ્રહ બે પ્રકારના છે–આત્યંતર અને બાહ્ય.
આત્મામાં ઉત્પન્ન થતા મોહ–રાગ–ષાદિ ભાવરૂપ આત્યંતર પરિગ્રહને નિશ્ચયપરિગ્રહ અને બાહ્યપરિગ્રહને વ્યવહારપરિગ્રહ પણ કહેવામાં આવે છે. જેમકે ધવલમાં કહ્યું છે કે –
ववहारणयं पडुच्च खेत्तादी गंथो, अभंतरगंथकारणत्तादो । एदस्स परिहरणं णिग्गंथत्तं । णिच्छयणयं पड्डच्च मिच्छत्तादी गंथो, कम्मबंधकारणत्तादो | तेसिं परिच्चागो णिग्गंथत्तं।" - વ્યવહારનયની અપેક્ષાઓ ક્ષેત્રાદિકગ્રંથ છે, કેમકે એ આત્યંતરગ્રથનાં કારણો છે, એમનો ત્યાગ કરવો નિર્ચન્થતા છે. નિશ્ચયનયની અપેક્ષાઓ મિથ્યાત્વાદિ ગ્રંથ છે, કેમકે એ કર્મ બંધનાં કારણો છે અને એમનો ત્યાગ કરવો એ નિર્ગસ્થતા છે.
આ પ્રમાણે નિર્ચન્થતા અર્થાતુ આર્કિંચન્યધર્મ માટે આવ્યંતર અને બાહ્યા અને પ્રકારના પરિગ્રહનો અભાવ (ત્યાગ) આવશ્યક છે. આ જ નિશ્ચય-વ્યવહારની સંધિ પણ છે..' * આત્યંતર પરિગ્રહ ૧૪ પ્રકાર ના હોય છે –
૧. મિથ્યાત્વ, ૨. ક્રોધ, ૩. માન, ૪. માયા, ૫. લોભ, ૬. હાસ્ય, ૭. રતિ, ૮. અરતિ, ૯. શોક, ૧૦. ભય, ૧૧. જુગુપ્સા (ગ્લાનિ) ૧૨. સ્ત્રીવેદ, ૧૩. પુરુષવેદ, અને ૧૪. નપુંસકવેદ.
બાહ્ય પરિગ્રહ દશ પ્રકારના હોય છે – - ૧: ક્ષેત્ર (ખેતર) ૨. મકાન, ૩. ચાંદી, ૪. સોનું, ૫. ધન, ૬. ધાન્ય, ૭. દાસી, ૮. દાસ, ૯. વસ્ત્ર અને ૧૦. વાસણ. - આ પ્રમાણે પરિગ્રહ કુલ ચોવીસ પ્રકારના માનવામાં આવ્યા છે. કહ્યું પણ છે :
પરિગ્રહ ચૌબીસ ભેદ, ત્યાગ કરે મુનિરાજજી.
૧. ધવલા પુસ્તક ૯, ખંડ ૪, ભાગ ૧, સૂત્ર , પાનું ૩૮૩. ૨. દશલક્ષણ પૂજન, ઉત્તમ આકિંચન્યનો છંદ.