________________
ધર્મનાં દશ લક્ષણ)
૧૨૮
કમાણીને મર્યાદિત કરે છે. તેના પર પ્રતિબંધ લગાવે છે.
દાનમાં એ જોવામાં આવે છે કે કેટલું આપ્યું, એ નથી જોવામાં આવતું કે એણે પોતાની પાસે કેટલું રાખ્યું છે; જયારે ત્યાગમાં કેટલું આપ્યું કે છોડયું એ જોવામાં નથી આવતું પણ એ જોવામાં આવે છે કે એણે પોતાની પાસે કેટલું રાખ્યું અથવા રાખવાનો નિશ્ચય કર્યો છે, બાકી સર્વનો ત્યાગ જ છે. જો ત્યાગમાં કેટલું છોડયું જોવામાં આવત તો પછી ચક્રવર્તી પદ છોડીને મુનિ બનનાર વ્યકિત સૌથી મોટો ત્યાગી માનવામાં આવત, પરંતુ નગ્ન દિગંબર ભાવલિંગી સંત પોતાની વીતરાગપરિણતિરૂપ ત્યાગથી નાના—મોટા માનવામાં આવે છે, એનાથી નહીં કે એ કેટલું ધન, રાજપાટ, સ્ત્રી–પુત્રાદિ છોડીને આવ્યા છે. જો એમ હોય તો પછી ભરત ચક્રવર્તી મોટા ત્યાગી અને ભગવાન મહાવીર નાના ત્યાગી માનવામાં આવત, કેમકે ભરતાદિ ચક્રવર્તીઓએ તો છનું હજાર રાણીઓ ને છ ખંડનો વૈભવ છોડયાં હતાં. મહાવીરને પત્ની હતી જ નહીં, છ ખંડનું રાજય ન હતું, તેઓ શું છોડે ? . લોકમાં પણ બાલબ્રહ્મચારીને અધિક મહત્વ અપાય છે.
દાનમાં આટલું આપીને કેટલું રાખ્યું—એનો વિચાર કરવામાં નથી આવતો; પરંતુ ત્યાગમાં કેટલું રાખ્યું – એ જોવામાં આવે છે. કેટલું છોડયું કે આપ્યું – એ નહીં.
દાન જો દેવાનું નામ છે તો ત્યાગ એ ન લેવું એને કહે છે દેનાર કરતાં ન લેનાર ઊંચો છે, કેમકે દેનાર દાની છે અને ન લેનાર ત્યાગી.
જેની પાસે ઘણું બધું હોય છે તેને રાજા કહે છે; અને જેની પાસે કાંઈ નથી હોતું અર્થાત્ જે પોતાની પાસે કાંઈ પણ રાખતો નથી, જેને કાંઈ પણ ન જોઈએ એને મહારાજા કહે છે. કહ્યું પણ છે કે :
ચાહ ગઈ ચિંતા ગઈ, મનુઆ બે—પરવાહ જિન્હેં કછુ નહીં ચાહિએ, તે નર શાહેંશાહ.
લોકમાં દાનીઓ કરતાં ત્યાગીઓનું અધિક સન્માન થાય છે, અને તે યોગ્ય પણ છે – કેમકે ત્યાગ શુદ્ધભાવ છે અને દાન, શુભભાવ; ત્યાગ ધર્મ છે અને દાન પુણ્ય.
અહીં એક પ્રશ્ન સંભવે છે કે લોકમાં ત્યાગ જેવા પવિત્ર શબ્દની સાથે મળ–મૂત્ર જેવા અપવિત્ર શબ્દો જોડવામાં આવે છે. જેમકે – મળત્યાગ, મૂત્રત્યાગ. જયારે ત્યાગની અપેક્ષાએ હીન એવા દાનની સાથે જ્ઞાન પવિત્ર
-