________________
ધર્મનાં દશ લક્ષણ)
માગ્યા વિના કરવામાં આવેલું દાન સર્વોત્કૃષ્ટ છે, માંગવાથી કરવામાં આવેલું દાન પણ ન દેવા કરતાં કાંઈક ઠીક છે. પરંતુ જોર–જબરદસ્તીથી ઉત્સાહ વિના દેવું એ તો દાન જ નથી. કહ્યું પણ છે કેઃ
૧૨૬
બિન માંગે દે દૂધ બરાબર, માંગે દે સો પાની, વહ દેના હૈ ખૂન બરાબર, જામેં ખીચાતાની. ખેચાતાણી પછી દેવાવાળાને આ લોકમાં યશ પણ મળતો નથીઅને પુણ્ય—બંધ નહીં થવાથી પરભવમાં સુખ મળવાનો પણ સવાલ ઊઠતો નથી. નહીં દેવાથી તો અપયશ થાય જ છે, ખેંચાતાણી પછી દેવાથી પણ લોક એની હાંસી જ ઉડાવે છે. કહે છે કે ભાઈ ! તમે તો પાડો દુહી લીધો, અમે તો સમજતા હતા તે કાંઈ નહીં આપે, પરંતુ તમે લઈ જ
આવ્યા.
યશાદિના લોભ વિના ધર્મપ્રભાવના, તત્વપ્રચાર ઈત્યાદિ માટે ઉત્સાહપૂર્વક આપવામાં આવેલું દાન–રૂપિયા-પૈસા આદિ સંપત્તિનું દાન; મુનિરાજ આદિ યોગ્ય પોત્રોને આપવામાં આવેલું આહારાદિનું દાન; આત્માર્થીઓને આપવામાં આવેલો આત્મહિતકારી તત્વોપદેશ અને શાસ્ત્રાદિ લખવાં – લખાવાવાં, ઘરઘર પહોંચાડવાં ઈત્યાદિ જ્ઞાનદાન; શુભભાવરૂપ હોવાથી પુણ્યબંધના કારણ છે.
જ્ઞાની જીવોની પોતાની શકિત અને ભૂમિકાનુસાર ઉકત દાનો દેવાનો ભાવ અવશ્ય આવે છે, તેઓ દાન દે છે પણ ઘણું પરંતુ એને ત્યાગધર્મ નથી માનતા, નથી જાણતા. ત્યાગધર્મ પણ જ્ઞાની શ્રાવકોને ભૂમિકાનુસાર અવશ્ય હોય છે અને તેઓ એને જ વાસ્તવિક ત્યાગધર્મ માને છે – જાણે છે.
યશાદિના લોભથી દાન દેનારાઓની આલોચના સાંભળીને દાન નહીં આપનારાઓએ ખુશ થવાની જરૂર નથી. નહીં દેવા કરતાં તો દેવું સારૂ જ છે, ભલે માન માટે હોય તોપણ; એમના આપવાથી ભલે એમને એનો લાભ ન મળે, પરંતુ તત્વપ્રચાર આદિનું કાર્ય તો થાય જ છે. એ વાત જુદી છે કે એ વાસ્તવિક દાન નથી, તેથી દાનનું સાચું સ્વરૂપ સમજીને આપણે આપણી શકિત અને યોગ્યતાનુસાર દાન તો અવશ્ય કરવું જ જોઈએ.
દાન દેવાની પ્રેરણા કરતાં આચાર્ય પદ્મનંદીએ લખ્યું કે :