________________
ધર્મનાં દશ લક્ષણ)
જ
આ કારણે જ ઉત્તમત્યાગધર્મના દિવસે આપણે ત્યાગની ચર્ચા કરવાને બદલે દાનનાં ગીત ગાવા લાગીએ છીએ. દાનનાં પણ કયાં ? દાનીઓના ગીત ગાવા લાગીએ છીએ. દાનીઓનાં ગીત કયાં ? એક પ્રકારે દાનીઓના નામે યશ લોભીઓનાં ગીત જ નહીં, ખુશામત સુદ્ધા કરવામા લાગીએ છીએ. આ બધું ખૂબ અટપટું લાગે છે, પણ શું કરી શકાય ? સ્વયં બચીને ત્યાગધર્મનું સાચું સ્વરૂપ સ્પષ્ટ કરવું – એ સિવાય બીજું શું કરી શકાય. જેમનું સદ્ભાગ્ય હોય તેઓ સમજશે, બાકી બીજાઓનું જે થવાનું હશે તે
થશે.
૧૨૪
ચાર દાનોમાં પૈસાનું દાન નથી, છતાં એનું પણ દાન થઈ શકે છે, થાય પણ છે. પૈસાના દાનને દાન નહીં માનવાની વાત અહીં કહેવામાં આવતી નથી, પરંતુ તે જ સર્વસ્વ નથી – માત્ર એટલું જ સ્પષ્ટ કર્યુ છે.
દાન દેનાર કરતાં લેવાવાળો મોટો હોય છે. પરંતુ આ વાત ત્યારે હોય છે જયારે દેનાર યોગ્ય દાતાર અને લેનાર યોગ્ય પાત્ર હોય. મુનિરાજ આહારદાન લે છે અને ગૃહસ્થો આહારદાન આપે છે. મુનિરાજ ત્યાગી છે, ત્યાગધર્મના સ્વામી છે; ગૃહસ્થ દાની છે, તેથી પુણ્યના ભાગીદાર છે. ધર્મતીર્થના પ્રવર્તક બાહ્યાવ્યંતર પરિગ્રહોના ત્યાગી ભગવાન આદિનાથ થયા અને એમને જ મુનિ અવસ્થામાં આહાર દેનાર રાજા શ્રેયાંસ દાન–તીર્થના પ્રવર્તક માનવામાં આવ્યા છે.
ગૃહસ્થ નવ વાર નમસ્કાર કરીને મુનિરાજને આહારદાન આપે છે, પરંતુ આજ દાનના નામે ભીખ માગવાવાળાઓએ દાતારોની ખુશામત કરીને એમને દાનીના સ્થાને માની બનાવી દીધા છે. દેવાવાળાનો હાથ ઊંચો રહે છે ઇત્યાદિ ખુશામત કરનારા લોકો સર્વત્ર જોઈ શકાય છે. આકાશના પ્રદેશોમાં ઊંચા રહેવાથી કોઈ ઊંચો થઈ જતો નથી. માખી રાજાના માથા પર પણ બેસી જાય છે તો શું એ મહારાજા થઈ ગઈ ? ગૃહસ્થો કરતાં મુનિરાજ હંમેશા જ ઊંચા છે. દાતાર પણ એમ જ માને છે, પરંતુ આ ખુશામતખોરોને કોણ સમજાવે ?
દાની કરતા ત્યાગી હંમેશા મહાન હોય છે, કેમકે ત્યાગ ધર્મ છે, અને દાન પુણ્ય.
અહીં એક પ્રશ્ન છે કે આહારદાનમાં તો ઠીક, પરંતુ જ્ઞાનદાનમાં આ વાત કેવી રીતે સંભવિત બને ?