________________
૧૨૨
ધર્મનાં દશ લક્ષણ) અપેક્ષાએ શ્રાવકોને વિશેષ માનવો જોઈએ, જે સંભવિત નથી. તેથી વસ્તુતઃ તો રાગદ્વેષાદિ વિકારોના ત્યાગનું જ નામ ઉત્તમત્યાગધર્મ છે. મુનિઓને અનર્ગલ આહારાદિના ત્યાગધર્મ તો હોઈ શકે છે, આહારાદિ આપવારૂપ
નહી.
જ આપણે ત્યાગનું તો સાચું સ્વરૂપ સમજતા જ નથી. દાનનું પણ સાચું સ્વરૂપ સમજતા નથી. આ અર્થપ્રધાન યુગમાં પૈસા જ સર્વસ્વ થઈ પડયા છે. જયારે પણ દાનની વાત આવશે, દાનવીરોની ચર્ચા ચાલશે તો પૈસાવાળા ધનિકોની સામે જ જોવા માં આવશે. આજ ના દાનવીરો શેઠિયાઓ માં જ જોવા મળશે. એમને જ દાનવીરની ઉપાધિ આપવામાં આવે છે. કોઈ આહાર, ઔષધ અને જ્ઞાન દેવાવાળાને કદીય દાનવીર બનાવ્યા હોત તો બતાવો. એક પણ જ્ઞાની પંડિત કે વૈદ્ય સમાજમાં ‘દાનવીર'. ની ઉપાધિથી વિભૂષિત જોવામાં આવતા નથી. જેટલા દાનવીરો હશે તે બધા શેઠીઆઓમાં જ મળી આવશે. વાણિયા લોકો એથી આગળ વિચારી પણ શું શકે? આણે એક લાખ આપ્યા, તેણે પાંચ લાખ આપ્યા એવી જ ચર્ચા બધે સાંભળવા મળે છે.
પરંતુ હું વિચારું છું કે ચાર દાનોમાં તો પૈસાદાન–રૂપિયાદાન નામનું કોઈ દાન છે જ નહીં; એમાં તો આહાર ઔષધ, જ્ઞાન અને અભયદાન છે. આ પૈસાદાન કયાંથી આવી ગયું?
દાન નિર્લોભીઓની ક્રિયા હતી. એને ધશ અને પૈસાના લોભીઓએ વિકૃત કરી દીધું છે.
અમારી સંસ્થાને દાન આપો તો ચારેય દાનોનો લાભ મળશે, એવી વાતો કરતા પ્રચારકો આજે સર્વત્ર જોવા મળે છે. પોતાની વાતને સ્પષ્ટ કરતાં તેઓ કહેશે– “છાત્રાવાસમાં છોકરાઓ રહે છે, તેઓ ત્યાં જ ભોજન કરે છે, તેથી આહાર દાન થઈ ગયું. એમને કાયદા સંબંધી, દાકતરી કે બીજું કોઈ આવી જાતનું લૌકિક શિક્ષણ આપીએ છીએ, તેથી જ્ઞાન-દાન થઈ ગયું. તેઓ બીમાર પડે તો હોસ્પિટલમાં ઈલાજ કરાવીએ છીએ, આ ઔષધદાન અને અખાડામાં વ્યાયામ કરે છે, આ અભયદાન થઈ ગયાં.”
હું પૂછું છું કે શું અપાત્રોને આપેલું ભોજન આહાર દાન છે ? કહ્યું પણ છે કે :