________________
८४
• ધર્મનાં દશ લક્ષણ) નથી, – બબ્બે તે પવિત્ર આંતરિક વૃત્તિનું નામ છે જે માનવોમાં હોઈ શકે છે; દેવોમાં નહીં, પછી ભલે તેમની બાહ્ય વૃત્તિ ગમે તેટલી સારી કેમ ન હોય.
વસ્તુતઃ સંયમ સમ્યગ્દર્શનપૂર્વક આત્માના આશ્રયે ઉત્પન્ન થતી પરમ પવિત્ર વીતરાગપરિણતિનું નામ છે – જે છા-સાતમાં ગુણસ્થાને ઝુલતા વા એથી આગળ વધેલા મુનિરાજોને અનંતાનુબંધી, અપ્રત્યાખાનાવરણ, અને પ્રત્યાખ્યાનાવરણ કષાયના અભાવમાં પ્રાપ્ત થતી હોય છે; તથા જે પંચમ ગુણસ્થાનવર્તીિ મનુષ્ય અને તિર્યોમાં પણ અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાન કષાયના અભાવમાં પ્રાપ્ત થતી હોય છે; તથા અનંતાનુબંધી આદિ કષાયોના સદ્ભાવમાં રૈવેયક સુધીના મિથ્યાદૃષ્ટિ અહમિંદ્રો અને અપ્રત્યાખ્યાનાવરણાદિ કષાયોના સદ્ભાવમાં સર્વાર્થસિદ્ધિના અહમિંદ્રોમાં જોવા મળતી નથી.
સમ્યગ્દર્શનપૂર્વક આત્માના આશ્રયે ઉત્પન્ન થતી અનંતાનુબંધી આદિ ત્રણ વા બે કષાયોના અભાવમાં પ્રગટ વિતરાગપરિણતિરૂપ ઉત્તમસંયમ જયારે અંતરમાં પ્રગટ થાય છે ત્યારે તે જીવની બાહ્ય પરિણતિ પણ પંચેન્દ્રિયોના વિષયો અને હિંસાદિ પાપોના સર્વદેશયા એકદેશ ત્યાગરૂપ નિયમથી હોય છે, તેને વ્યવહારથી ઉત્તમસંયમધર્મ કહે છે. અંતરંગમાં ઉકત પરિણતિના અભાવમાં ભલે ગમે તેવો બાહ્ય ત્યાગ દેખાય તો પણ તે વ્યવહારથી પણ ઉત્તમસંયમધર્મ નથી.
અંતરંગ સાથે બહિરંગની વ્યાપ્તિ તો નિયમથી હોય છે, પરંતુ બહિરંગ સાથે અંતરંગની વ્યાપ્તિનો કોઈ નિયમ નથી. તાત્યર્પ આ છે કે જેને અંતરંગ એટલે નિશ્ચય ઉત્તમસંયમધર્મ પ્રગટ થાય છે, એનો બાહ્ય વ્યવહાર પણ નિયમથી તદનુકુળ હોય છે. પરંતુ કદાચિત બાહ્ય વ્યવહાર બરાબર પણ દેખાય તોપણ એ નિશ્ચિત ન કહી શકાય કે એનું અંતરંગ પણ પવિત્ર હોય જ.
ઉત્તમસંયમધર્મમાં છકાયના જીવોની રક્ષા તેમ જ પંચેન્દ્રિયો અને મનને વશ કરવાની વાત કહેવામાં આવી છે,– જેમકે :
કાય છહો પ્રતિપાલ, પંચેન્દ્રિય મન વશ કરો.” પરંતુ સામાન્ય માનવી આનો પણ યથાર્થ ભાવ સમજતા નથી.
છ કાયના જીવોની રક્ષામાં એમનું ધ્યાન પર જીવોની રક્ષા પ્રત્યે જ . જાય છે, હું પોતે પણ એક જીવ છું એનું એને ધ્યાન જ રહેતું નથી. પર