________________
ઉત્તમ ત્યાગ
જયારે પણ ઉત્તમત્યાગધર્મની ચર્ચા ચાલે છે તો પ્રાયઃ દાનને જ ત્યાગ સમજી લેવામાં આવે છે. ત્યાગના નામે દાનના જ ગીત ગવાય છે. દાનની જ પ્રેરણા આપવામાં આવે છે.
સામાન્યજનો તો દાનને ત્યાગ સમજે જ છે; પરંતુ આશ્ચર્ય તો ત્યારે થાય છે જયારે ઉત્તમત્યાગધર્મ પર વર્ષો સુધી વ્યાખ્યાન કરવાવાળા વિદ્વાનો પણ દાનથી વિશેષ પણ કોઈ ત્યાગધર્મ હોય છે એ સમજાવતા નથી કે સ્વયં પણ સમજતા નથી.
જો કે જિનાગમમાં દાનને પણ ત્યાગ કહેવામાં આવેલ છે, દાન આપવાની પ્રેરણા પણ પુષ્કળ આપવામાં આવેલી છે, દાનની પોતાની પણ એક ઉપયોગિતા છે, મહત્વ પણ છે, તોપણ જયારે ઊંડાણમાં જઈને નિશ્ચયથી વિચાર કરીએ છીએ તો દાન અને ત્યાગ બંને બિલકુલ ભિન્ન-ભિન્ન વસ્તુ પ્રતીત થાય છે.
ત્યાગ ધર્મ છે અને દાન પુણ્ય. ત્યાગીઓ પાસે માત્ર પણ પરિગ્રહ હોતો નથી, જયારે દાનીઓ પાસે ઢગલાબંધ પરિગ્રહ જોવા મળે છે – મળી શકે છે. ..
ત્યાગની પરિભાષા શ્રી પ્રવચનસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકા (ગાથા ૨૩૯) માં આચાર્ય જયસેને આ પ્રમાણે આપી છે –
'निजशुद्धात्मपरिग्रहं कृत्वा बाह्यभ्यंतरपरिग्रहनिवृत्तिस्त्यागः।'
નિજ શુદ્ધાત્માના ગ્રહણપૂર્વક બાહ્ય અને આત્યંતર પરિગ્રહથી નિવૃત્તિ એ ત્યાગ છે.
આ વાતને “બારસ–અણુવે' (હાદશાનુપ્રેક્ષા) માં આ પ્રમાણે કહેવામાં આવી છેઃ
'णिव्वेगतियं भावइ मोहं चइऊण सव्व दव्वेसु।
जो तस्स हवेच्चागो इदि भणिदं जिणवरिंदेहिं।।८।। જિનેન્દ્ર ભગવાને કહ્યું છે કે જે જીવ સંપૂર્ણ પદ્રવ્યોથી મોહ છોડીને સંસાર, દેહ અને ભોગોથી ઉદાસીનરૂપ પરિણામ રાખે છે તેને ત્યાગધર્મ